AhmedabadCrimeGujaratMadhya Gujarat

બિનસચિવાલય પેપરલીકમાં કોંગ્રેસનું મોટું કનેક્શન : 5 આરોપી પકડાયા, એક આરોપી કોંગ્રેસી કાર્યકર, સ્કૂલ પણ કોંગ્રેસ નેતાના સગાની

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી રદ્દ કરવામાં આવી હતી અને એ મામલે ગુજરાતમાં જાણે આંદોલન થઇ ગયું હતું.હજારો વિધાર્થીઓ પેપર ફૂટવાને લઈને રોષે ભરાયા હતા ત્યારે હવે આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે પ્રવીણદાન ગઢવી આખા મામલાનો મુખ્ય સૂત્રધાર છે. વોટ્સએપ અને ટેલિગ્રામ થકી પેપર લીક કરવામાં આવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ દાણીલીમડાની સ્કૂલમાંથી પેપરલીક થયું હતું જેમાં સ્કૂલના પ્રિન્સિપાલનો પણ હાથ હતો.પકડાયેલા આરોપીમાંથી લખવિંદર સિંહ કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.આખો કાંડ સ્કૂલ દ્વારા જ કરવામાં આવ્યો હતો.ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટો પાડ્યા હતા.મહવની વાત કરીએ તો કોંગ્રેસ આ મામલે ખુબ જ વિરોધ ના મૂડમાં હતી પણ તેમનો જ કાર્યકર આરોપી તરીકે સામે આવ્યો છે.જે સ્કૂલ MS સ્કૂલમાંથી પેપર લીક થયું હતું તે નવાબ બિલ્ડર સંચાલિત છે. તાજેતરમાં જ શાહઆલમ તોફાનમાં જે આરોપી કોંગ્રેસી કોર્પોરેટર શહેજાદ પકડાયો હતો તેના કાકાની જ આ સ્કૂલ હોવાનું સામે આવ્યું છે.એટલે સ્પષ્ટ રીતે કશી શકાય કે બિનસચિવાલયના પેપરલીક કાંડમાં કોંગ્રેસનો મોટું કનેક્શન છે.

પરીક્ષામાં પેપર ફૂટયાના આક્ષેપો થયા બાદ ગેરરીતિની 39 ફરિયાદ આવી હતી. SIT દ્વારા તમામ ફરિયાદો અંગે તપાસ કરવામાં આવી હતી અને મોબાઈલમાં વિડીયો ની પણ ચકાસણી કરતા આખરે સરકારને રિપોર્ટ આપ્યો હતો અને પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

ત્રણ દિવસ સુધી 5 હજારથી વધુ પરીક્ષાર્થીએ ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા
આ પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ 4 ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા. પહેલા દિવસે તેમની પર લાઠીચાર્જ કરાયો હતો અને તેમના આગેવાન યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લેવાયા હતા. જો કે, 5 ડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની એક જ માગણી વારંવાર દોહરાવતા રાજ્ય સરકાર પર દબાણ આવ્યું હતું.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે