);});
North GujaratGujaratMehsana

પાટણમાંથી મહાદેવ સટ્ટા એપનો ભાગીદાર પકડાયો, 5213 કરોડનો મળ્યો હિસાબ

ભુજ સાયબર સેલની ટીમ ને આજે મોટી સફળતા મળી છે. ભુજ સાયબર સેલની ટીમ દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા મહાદેવ એપના ભાગીદારને પાટણથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભરત ચૌધરીના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટા ની 23 આઇડી પોલીસ ને પ્રાપ્ત થઈ હતી. ફોન ચેક કરવામાં આવતા મહાદેવ એપના સૌરભ ચંદ્રાકાર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક ટર્નઓવરના 52 અબજથી વધુ ના હિસાબો મળ્યા હતા. હાલમાં ભુજ સાયબર સેલ દ્વારા ભરત ચૌધરી પાસેથી રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં જણાવી દઈએ કે, ભુજની સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે, ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપી પાટણ ખાતે આવ્યો છે. તેના લીધે ભુજ સાયબર ક્રાઈમની ટીમ પાટણ પહોંચી અને તેમના દ્વારા ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ભરત ચૌધરી ને પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરી એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કેનેડાની ગ્લોબલ ટી-20 સિવાય પણ ભરત અને તેના સાથીદારો દુબઈમાં બેસીને દેશ-વિદેશમાં ચાલનારી અલગ-અલગ ટુર્નામેન્ટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આરોપીની પૂછપરછ અને તેનો મોબાઈલ ચેક કરવામાં આવતા નેટવર્ક 52 અબજ રૂપિયાનું સામે આવ્યું હતું.  આ મામલામાં સાયબર ક્રાઈમ PSI યુવરાજસિંહ ગોહિલ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામનો ભરત ચૌધરી નામનો આ આરોપી અમદાવાદના ગોતા વિસ્તારમાં રહી રહ્યો હતો.