પાટણ: પ્રેમિકાના ભાઈએ ખૂની ખેલ ખેલ્યો, માતા ની નજર સામે જ પુત્રનું કરુંણ મોત
પાટણમાં પ્રેમપ્રકરણ યુવકને દર્દનાક મોત મળી છે. યુવકને છરીના ઘા મારી પતાવી નાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, બે દિવસ અગાઉ 10 થી વધુ લોકોનું ટોળું આ યુવક ના ઘરમાં ઘુસી આવ્યું હતું અને યુવકની માતાને ઉપાડી જવાની ધમકી આ ટોળા દ્વારા આપવામાં આવી હતી. એવામાં ગઈ કાલના આ યુવક માતાને કહીને નીકળ્યો હતો કે, હું મારા મિત્રને મળીને આવું છે. પરંતુ થોડી જ મિનીટમાં રાહુલ નામના યુવકની લાશ મળી આવી હતી. તેના લીધે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મૃતક યુવક રાહુલની માતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારો દીકરો ઘરમાં ઊંઘી રહ્યો હતો તે સમયે એક મિત્ર આવ્યો અને તેને બહાર લઈને ચાલ્યો ગયો હતો. મેં ના પડી તો મને જણાવ્યું કે, હું 10 મિનીટમાં જ આવી જઈશ. પરંતુ થોડા જ સમયમાં મને જાણકારી મળી કે, રાહુલ પર કોઈ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હું ત્યાં પહોંચી તો મારો દીકરો લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલો હતો અને મને કહી રહ્યો હતો કે, માં , મને છાતીમાં દુઃખી રહ્યું છે અને તે બોલતા જ તેનો જીવ ચાલ્યો ગયો હતો. હું મારા હવે હું મારા છોકરા વગર કેવી રીતે જીવી શકીશ. તેના પિતાનું પણ દોઢ વર્ષ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઘરમાં કમાણીનો એક જ આધાર મારો દીકરો હતો. તેને પણ મારી નાખવામાં આવ્યો હવે હું કોના આધારે જીવીશ.
તેમણે વધુમાં કહ્યું કે, બે દિવસ અગાઉ 10 થી વધુ લોકોનું ટોળું મારા ઘરમાં ઘુસી આવ્યું અને મને જણાવ્યું કે તારો દીકરો ક્યાં ગયો? અમારી છોકરીને લઈને ભાગી ગયો છે. તો મેં જણાવ્યું કે, મને જાણ નથી કે, મારો દીકરો તમારી છોકરીને લઈને ગયો છે, પરંતુ મારો છોકરો જો તેમની છોકરીને લઈને ગયો હોત મને જાણ તો જરૂર કરે.. તે લોકો કહી રહ્યા હતા કે, જો છોકરો ના મળે તો તેની માને ઉપાડી લેવામાં આવે. તેના લીધે મેં મારા બન્ને દીકરાઓ ને છુપાવી દીધા હતા. તેમ છતાં તે ફરીથી આવ્યા હતા. તે સમયે પણ અમારા દ્વારા પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. તે છોકરીના ભાઈ દ્વારા જ મારા છોકરાને મારી નાખવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, પાટણ શહેરના પીપળા શેર ઠાકોરવાસમાં રહેનાર રાહુલ ઠાકોર રવિવારની સાંજના પોતાના મિત્ર સાથે શહેરના કનસડા દરવાજા પાસે આવેલી લાઇબ્રેરી પાસેથી જઈ રહ્યો હતો, તે સમયે પ્રેમસંબંધની અદાવત રાખી એક્ટિવા પર આવેલા યુવતીના ભાઈ વિષ્ણુ દ્વારા રાહુલના છાતીના ભાગમાં છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં રાહુલ વધુ મારથી બચવા માટે રતનપોળ બાજુ ભાગવા લાગ્યો હતો. તે સમયે આરોપી પણ તેની પાછળ ભાગ્યો હતો.
એવામાં રાહુલ લોહીલુહાણ હાલતમાં જ બેભાન થઈ ગયો અને જમીન પર ઢળી પડ્યો હતો. તેમ છતાં સ્થાનિક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો તો આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ રાહુલ ની માતા અને તેના મિત્રો દ્વારા રાહુલને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન રાહુલ નું મોત નીપજ્યું હતું. આ મામલામાં પાટણ એ ડિવિઝન પોલીસ ને જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અને આ મામલામાં તપાસ શરુ કરી હતી. આ બાબતમાં એલસીબીએ દ્વારા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.