AhmedabadGujaratIndiaNewsStory

પતિના મૃત્યુ બાદ આ મહિલાએ ટિફિન બનાવવાની શરૂઆત કરી, આજે અમદાવાદમાં જમવા માટે લોકો અહીથી જ પાર્સલ લઈ જાય છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની,જ્યાં શહેરમાં શ્રી જલારામ પરોઠા હાઉસ નામની આ દુકાન છે,અહી કોરોનાને ધ્યાનમાં લઈ ભીડ વધુ રહેતી હોવાના કારણે અહી જમવુ શક્ય નહોતું એટ્લે પાર્સલ સુવિધા ચાલુ કરી છે.પરંતુ આગામી સમયમાં ફરી ત્યા જમી શકો તેવું આયોજન કરવામાં આવશે.

જો આપણે એડ્રેસની વાત કરીએ તો અમદાવાદમાં ન્યુ રાણીપ, બેન્ક ઓફ બરોડાની નજીક, આલોક રેસિડેન્સીની સામે આ પરોઠા હાઉસ આવેલ છે.અને જો છતાં પણ સરનામું ન મળે તો ૭૬૦૦૭૬૧૭૧૬ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.જો તમારે માનો કે ૧૦ પાર્સલ જોઈએ છે તો તમને ૫-૧૦ મિનિટમાં આપી દેશે,એટલી ઝડપથી એ પણ ગરમા ગરમ મળશે.

જો આપણે જલારામ પરોઠા હાઉસની સફળ કહાની વિશે જાણીએ તો શરૂઆતમાં આ બહેનના પતિ મૃત્યુ પામ્યા હતા તો બહેને ટિફિન બનાવવાની શરૂઆત કરી,શરૂઆતમાં ટિફિન પણ બાજુવાળા પડોસીનું લઈ આ ધંધો શરૂ કર્યો હતો.આજે એ જ બહેન હજારો લોકોને પાર્સલ સુવિધાથી ખૂબ પ્રેમથી જમાડે છે.

જો તમે અમદાવાદમાં રહેતા હોવ તો જલારામ પરોઠા હાઉસમાંથી જમવા માટે પાર્સલ અવશ્ય લાવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.