CrimeIndia

પત્નીઓની અદલાબદલી કરીને કરી રહ્યા હતા ગેરકાનૂની કામ, મોટા માથાના લોકો પણ ગિરફ્તાર

તમને પેલું અક્ષય કુમાર અને બોબી દેઓલનું ફિલ્મ યાદ હશે જેમાં અક્ષય પત્નીઓ બદલવાવાળી વાત કહે છે અને પછી બોબી ગુસ્સે થઇ જાય છે. આ ફિલ્મનું નામ કોમેન્ટમાં જણાવજો. આજે અમે તમને એ ફિલ્મી કિસ્સો હકીકતમાં બન્યો છે એ વિષે જણાવવાના છીએ. આ એક ગેરકાનૂની હરકત છે. આવું કરવું એ લગભગ કોઈ પત્ની ઇચ્છતી હશે નહિ, પણ જયારે તેનો પતિ તેને જબરજસ્તી બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવવા ફોર્સ કરે કે જેથી તે તેના મિત્રની પત્ની સાથે સંબંધ રાખી શકે.

પત્નીની અદલાબદલીનું આવું જ એક મોટું રેકેટ કેરળમાં પોલીસના હાથે ઝડપાયું છે. આ દરમિયાન પોલીસે એક પછી એક અનેક ધરપકડો કરી. જ્યારે પકડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારા ખુલાસા થયા. આ મામલો પોલીસના ધ્યાને આવ્યો જ્યારે પીડિત મહિલા તેના પતિ અને તેના સહયોગીઓના ગંદા કૃત્યોની ફરિયાદ નોંધાવવા પહોંચી.

આ ઘટના કેરલના કોટ્ટાયમની છે. અહીંયા રવિવારે પોલીસએ કરુંકાચલમાં સાત લોકોને પત્નીની અદલાબદલી કરવાના આરોપમાં ગિરફ્તાર કર્યા છે. ગિરફ્તાર થયેલ લોકોમાં એ વ્યક્તિ પણ છે કે જેની પત્નીએ ફરિયાદ કરી હતી.આ રેકેટ વોટ્સએપ પરથી ચલાવવામાં આવતું હતું. અગાઉ આ ગ્રુપમાં સેંકડો લોકો જોડાયા હતા. આ પછી, તેમની પત્નીઓની આપ-લે કરવામાં રસ દાખવનારાઓ સાથે આગળનું આયોજન કરવામાં આવ્યું. ઘણી વખત લોકો આ ગ્રુપ પર પોતાની પત્નીઓની તસવીરો પણ મૂકે છે, જેથી વધુ લોકો તેમનો સંપર્ક કરે.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ રેકેટમાં રાજ્યના ઉચ્ચ વર્ગના લોકો પણ સામેલ છે. ચંગનાચેરીના ડેપ્યુટી એસપી આર શ્રીકુમાર કહે છે કે જૂથમાં સામેલ લોકો ડીલ ફાઇનલ થયા પછી એકબીજાને મળતા હતા. તેની પાછળ એક મોટું રેકેટ છે. હાલ આ કેસમાં બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. ધરપકડ કરાયેલા લોકો કેરળના અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમના રહેવાસી છે.