અમદાવાદ: પિતાએ પુત્રને દારૂની લત છોડાવવા માર માર્યો પરંતુ બન્યું એવું કે પિતાને હવે જેલમાં રહેવું પડશે, જાણો શું છે સમગ્ર મામલો….
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાત અને ગુજરાતના લોકો દારૂ મુકત છે તેવું કહેવામાં આવે છે. પરંતુ દારૂને લઈને અનેક પુરાવા ગુજરાતમાં મળી આવે છે. આજે કંઇક દારૂની લતને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જેમાં એક પિતા દ્વારા પુત્રને દારૂની લત છોડાવવા માટે માર મારવામાં આવ્યો હતો. તે તેમને ભારે પડ્યું છે. કેમ કે તેમના દ્વારા પુત્રને માર મારવામાં આવતા પુત્રનું મોત થઈ ગયું હતું. જયારે તેમના બીજા પુત્ર દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરાવી દીધી છે. જેના લીધે હવે તેમને જેલમાં રહેવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં આ ઘટના બની છે. જેમાં જાણવા મળ્યું છે કે, સમાજમાં દારૂ પીવા પર પ્રતિબંધ હોવા છતાં પુત્ર દારૂડિયો બની ગયો હતો, જેના લીધે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પિતા દ્વારા પુત્રને ઢોર મારવામાં આવ્યો હતો. જેમાં પુત્રનું મોત થઈ જતા બીજા પુત્ર દ્વારા સરદાર નગર પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભરવાડ સામે પુત્રની હત્યા બાબતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આરોપી કનુ ભરવાડ દ્વારા પુત્ર ભવાનભાઈ ભરવાડની હત્યા કરી હોવાનો સામે આવ્યું છે. પિતા દ્વારા પુત્રને દારૂની લત છોડાવવા માટે માર મારવામાં આવ્યો જેમાં પુત્રનું મોત થઈ જતા હવે તેમને જેલમાં રહેવાનો વારો આવ્યો છે.
મૃતક ભવાનની વાત કરીએ તો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેમાં પુત્રને દારૂની લત લાગી જતા તેની પત્ની પણ તેને છોડી પિયર ચાલી ગઈ હતી.
જેના લીધે તેમના પિતાને તેને સમજાવવા માટે ગયા હતા પરંતુ તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા પિતા દ્વારા પુત્રને માર મારવામાં આવ્યો હતા. જેમાં પુત્રની હત્યા થઈ ગઈ હતી. ત્યાર બાદ આ બાબતમાં કનુભાઈના બીજા પુત્ર દ્વારા તેમના પિતા સામે પુત્રની હત્યાની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.