વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે ત્યારે આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે તેવા સંકેત મળી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા માટે હાજર રહેશે.
આ મેચ વધારે યાદગાર બની રહે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વડાપ્રધાન મોદી હજાર રહી શકે છે જો કે હજુ સુધી વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થયો નથી. પણ આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરીને માહિતી આપવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ મેચ માટે આમંત્રણ અપાયું છે જો કે હજુ બંને હાજર રહેશે કે નહિ તે અંગે પુષ્ટિ થઈ નથી. વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.