IndiaNews

સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી, પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

મહારાષ્ટ્રના બુલઢાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, અહીં એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર આવી પોસ્ટ પોસ્ટ કરી, જેણે હલચલ મચાવી દીધી. આ વ્યક્તિએ લખ્યું હતું કે ‘પાકિસ્તાની હોવા પર ગર્વ છે…જે કેવું હોય એ કરી લો’.આ પોસ્ટ લોકોની નજરમાં આવતાની સાથે જ વિવાદ સર્જાયો હતો. જે બાદ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી.

દેશમાં 15મી ઓગસ્ટે આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ સમયે, 14 ઓગસ્ટે પાકિસ્તાને પણ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. દરમિયાન, મહારાષ્ટ્રના બુલઢાણામાં એક યુવકે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પાકિસ્તાની ધ્વજ સાથે પાડોશી દેશને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ સાથે તેમણે પાકિસ્તાનની આઝાદી પર ગર્વ વ્યક્ત કર્યો હતો, જેનો હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે.પોલીસના જણાવ્યા અનુસાર, 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર, મુઝમ્મિલ ખાન અહમદ ખાન નામના યુવકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, “પાકિસ્તાની હોવા પર ગર્વ છે” અને પાકિસ્તાનીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પણ પાઠવી. તેની પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ, જેના પછી હિન્દુ સંગઠનો ગુસ્સે થઈ ગયા.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખથી વરસાદી માહોલ બનશે

આ પણ વાંચો: હાર્ટએટેકથી વધુ એક મોત : રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશ તંતીનું હાર્ટએટેકથી અવસાન

જ્યારે હંગામો વધી ગયો, ત્યારે પોલીસ એક્શનમાં આવી અને તરત જ આરોપી યુવક વિરુદ્ધ FIR નોંધી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી છે. 14 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલ ઈન્સ્ટા પોસ્ટને લઈને હોબાળો મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. વધી રહેલા તણાવને જોતા પોલીસે વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એક ઘર એવું છે જે 365 દિવસ રાષ્ટ્રધ્વજથી ઘેરાયેલું રહે છે, જાણો કોણ છે આ ઘરના માલિક