AAP ના ગોપાલ પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ફિલ્મ જોઈને ઘણા લોકોને ભાઈગીરી કરવાનો ખૂબ શીખ જાગતો હોય છે. અને પછી આ ભાઈગીરી કરવી તે લોકોને કબુબ ભારે પડતી હોય છે. આવું જ કંઈક નવસારીમાં સામે આવ્યું છે. જ્યાં ભાઈગીરીનો રોફ જમાવવા જતા અસામાજિક તત્વોએ એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલ વ્યક્તિને ઢોર માર મારી તેનો એક વિડીયો બનાવીને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે પોલીસે આ આરોપીઓની હાલ ધરપકડ કરી લીધી છે. ગત રોજ નવસારી જિલ્લામાં અસામાજિક તત્વોએ AAPના કાર્યકર ઉપર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ સુરત ખાતેથી ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના વિજલપોર ગામના AAPના કાર્યકર્તા સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ ઠોરાટ, ગોપાલ જગતાપની મયુર ઊર્ફે કોકરોચ શિંદે અને આકાશ આમરે તેમજ વિજલપોરના બીજા અસામાજિક તત્વો સાથે મિત્રતા હતી. આ સામાજિક તત્વોને ગોપાલ સાથે જૂની અદાવત હતી. ત્યારે જૂની અદાવતનો બદલો લેવા માટે ગોપાલને ફોન મરીને ગત રોજ સાંજના સમયે કાગદીવાડ નજીક આવેલ મહિલા કોલેજ પાસે બોલાવ્યો હતો. અને ત્યાં તેના મિત્રો સિદ્ધુ, આકાશ અને મયુરે ગોપાલ સાથે ઝઘડો કરીને તેની ઉપર લોખંડના સળિયા લઈને તૂટી પડ્યા હતા. અને ગોપાલને માર મારતો એક વિડીયો બનાવીને તે વીડિયોને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી બીજા લોકોને પોતાનો રોફ બતાવ્યો હતો.
આ પણ વાંચો: 40 મહિલાઓનો એક જ પતિ – ‘રૂપચંદ’, આ રીતે થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો: મુસ્લિમ યુવતીના મોતને લઈને પ્રેમી અને પિતા આવ્યા આમને સામને, જાણો શુ છે સમગ્ર મામલો
નોંધનીય છે કે, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ ગોપાલને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. ગોપાલના પિતાએ આ સમગ્ર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થઇ ગયેલા ત્રણેય આરોપીઓને ભાગી છૂટેલા ત્રણેય આરોપીની સુરતથી ધરપકડ કરી લીધી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.