ગૃહમંત્રી સંઘવીના શહેરમાં બેંક લુંટારુઓ ને પોલીસે ઝડપ્યા, તેમનો પ્લાન જાણીને ચોંકી જશો
સુરતના વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.બનાવના છ દિવસ બાદ લૂંટને અંજામ આપનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પાંચ જેટલા લૂંટારુઓ બંદૂકની અણીએ બેંક ઓફ મહારાષ્ટ્રના 13.26 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે યુપીમાંથી મુખ્ય આરોપી સહિત ચારની ધરપકડ કરી છે.

જેમાં પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે લૂંટના પાંચ દિવસ પહેલા સમગ્ર વિસ્તારને સારી રીતે તેમણે જાણી લીધો હતો.બાદમાં તેઓ મોટરસાઇકલ લઈને લૂંટ કરવા પહોંચ્યા હતા.બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી લૂંટની ઘટનાનો છ દિવસમાં ભેદ ઉકેલાયો છે. ગત 11મી ઓગસ્ટે સવારે 11:30 કલાકે પાંચ લૂંટારુઓ મોટરસાઇકલ પર આવ્યા હતા અને બંદૂકની અણીએ બેંકમાંથી રૂ.13.26 કરોડની લૂંટ ચલાવી હતી.
બાદમાં સુરત પોલીસની ટીમો અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને પકડવા માટે સતત કામ કરી રહી હતી. આ તપાસ દરમિયાન યુપીમાંથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બેંક લૂંટારાઓ અરબાઝ ખાન શાન મોહમ્મદ ખાન ગુર્જર, વિપિનસિંહ સોમેન્દ્રસિંગ ઠાકુર, અનુજપ્રતાપસિંગ ઠાકુર અને ફુરકાન અહેમદ મોહમ્મદ સૈફ ગુર્જરને ઝડપી લીધા છે.
- ઘોઘમ ધોધમાં નાહવા ગયેલા ડેરવાણ ગામના યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી મોત
- કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદ પાસે પત્ની અને સાસરિયા એ સમાધાન માટે 100 કરોડ માગ્યા, 11 લાખ પડાવ્યા
- રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનો સપાટો: સડેલા બટાટા,ખરાબ ચટણી, ૭૦ કિલો ખરાબ તેલસહીત ૧૬૦ કિલો અખાદ્ય સામગ્રી પકડાઈ
- દેવાયત ખવડે 15 દિવસ પહેલા બનાવ્યો હતો મોરેમોરા નો પ્લાન, મિત્રો પાસે કાર માંગી હતી
- ‘હું આત્મ-હત્યા કરી રહ્યો છું’, ફેસબુક લાઈવમાં આટલું કહીને યુવકે પોતાની છાતીમાં છરી મારી દીધી
સુરતમાં લૂંટની ઘટનાને અંજામ આપવા માટે વિપિનસિંહે ઉત્તર પ્રદેશના રાયબરેલીના અન્ય ચાર મિત્રોને સુરત બોલાવ્યા હતા અને સુરતમાં લૂંટને અંજામ આપવા જણાવ્યું હતું. લૂંટને અંજામ આપવા માટે બે બાઇકની ચોરી કરી હતી. બાદમાં ચલથાણ ખાતે જ્વેલર્સની દુકાનને લૂંટવાનો પ્લાન હતો અને વારંવાર તેઓ ત્યાં ગયા પણ હતા, પરંતુ ટ્રાફિક વધુ હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ સચિનના વાંજ ગામમાંથી પસાર થતા રોડ પર બેંક ઓફ મહારાષ્ટ્ર જોતા ત્યાં લુંટ કરવાની યોજના બનાવી હતી.