AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં પ્રદર્શનકારીઓ પોલીસ પર તૂટી પડ્યા પણ પોલીસ મૂકપ્રેક્ષક બનીને બધું જોતી રહી ,જુઓ

અમદાવાદમાં ગઈકાલે CAA ના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો.દિવસભર શાંતિપૂર્ણ વિરોધ બાદ અચાનક જ સાંજ પડતા તોફાનીઓ રસ્તા પર કેમ આવી ગયા તે શંકાનો વિષય છે.મળતી વિગતો મુજબ કોર્પોરેટર શહેઝાદખાને સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને જોતજોતામાં તે વાઇરલ થઇ ગયો હતો.વીડિયો દ્વારા ઉશ્કેરાયેલા લોકોએ તોફાન કર્યા હોય એવું હાલ લાગી રહ્યું છે. શહેઝાદખાને તેમના ફેસબુક એકાઉન્ટ પર પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો છે તેવી પોસ્ટ કરી હતી,આ પોસ્ટ બાદ લોકો ભડક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા તપાસ કરી રહયા છે.

શાહઆલમમાં શહેઝાદખાન, ઈમરાન મકરાણી અને મુસિફ અંસારી સાંજે 5.30 વાગ્યે પ્રદર્શન કરશે તેવી મીડિયાને જાણ કરાઈ હતી. આ જ સમયે શાહઆલમમાં હિંસા થઇ હતી. સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાઇરલ કરવામાં આવી હતી જે મામલે વર્ગ વિગ્રહ નો ગુનો નોંધવામાં આવી રહ્યો છે.પત્રિકા દ્વારા હિંસા થઇ હોવાનું પણ પોલીસ માની રહી છે.

પણ હવે સવાલ એ છે કે પોલીસે ટોળાને વિખેરવા માટે ફાયરિંગ કે ટીયરગેસના સેલ કેમ ન છોડ્યા. પોલીસથી 800 મીટર દૂર ટોળું પથ્થર લઈને ફરી વળ્યું હતું પણ પોલીસને તોલા પર કઈ કરવાનો આદેશ ન હોય તેમ પોલીસ જોઈ રહી હતી.એક વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ એક દુકાન પાસે પીઠ બતાવીને ઉભી રહી અને હુમલાખોરો પથ્થર મારી રહ્યા હતા.આ પોલીસને બચાવવા અન્ય કોઈ પોલીસ પહોંચી ન હતી અને ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ પણ છોડાયા નહોતા.

જો કે અમદાવાદની જનતા આ ઘટના બાદ પોલીસના સમર્થનમાં આવી છે અને ટ્વીટર પરઆઈ સપોર્ટ અમદાવાદ પોલીસ હેશટેગ ટ્રેન્ડ પર છે. પણ સવાલ હજુ પણ છે કે આખો દિવસ શાંતિ બાદ અચાનક સાંજે પ્રદર્શનકારીઓ પાસે પથ્થરો ક્યાંથી આવી ગયા.આ ઘટના પૂર્વઆયોજિત કાવતરું હોય તેવું લાગી રહ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે