GujaratAhmedabad

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને થઈ જશો ચકિત

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. પ્રોફેસરના ઘર પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. તેમાં તેમને જણાવ્યું છે કે, હું કોલેજના કામના ભારણના લીધે આ પગલું ભરવા જઈ રહ્યો છુ. તેની સાથે તેમને પોતાની બે ઈચ્છા આ સુસાઈડ નોટમાં વ્યક્ત કરી છે. જેમાં પોતાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરી રહેલા પોતાના પુત્રને બોલાવવામાં ના પાડી છે.  

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-2/D માં રહેનાર અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવનાર નિમેષભાઈ નાનજીભાઈ શાહ દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટુકાવવામાં આવ્યું છે. આ વાતની જાણકારી મળતા જ પરિવાજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પત્ની દ્વારા રૂમનો દરવાજો તોડતા જ ચકિત થઈ ગયા હતા.   મૃત પ્રોફેસર પાસેથે મળી આવેલ એક સ્યૂસાઈડ નોટમાં તેમને જણાવ્યું છે કે, કામના ભારણને લીધે હું આત્મહત્યા કરી રહ્યો છે. તેની સાથે પત્નીને લઈને કહ્યું કે ‘હું જી રહ્યો છુ રૂપલ તારું ધ્યાન રાખજે. જ્યારે મને કોલેજમાં કામનો ખૂબ જ લોડ પડી રહ્યો છે. કોલેજની સેન્ટ્રલ લેવલે મને બે પોર્ટફોલિયા આપેલા છે.

કોલેજનું ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને કોલેજમાંના વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ પણ મને આપેલ છે. બંને કામમાં મને ખૂબ જ મને લોડ રહે છે. મારા આપઘાતનું કારણ વધુ પડતો કોલેજનો કામનો લોડ રહેલો છે. તેની સાથે તેમને જણાવ્યું છે કે, પોતાના અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરી રહેલા પોતાના પુત્ર અક્ષતને બોલાવવામાં ન આવે. જ્યારે બીજી ઈચ્છા પોતાના અગ્નિસંસ્કાર ઉમેશ મકવાણા નામના મિત્ર અને પીયૂષ રાઠોડ નામના કુંટુબી ભાઈ દ્વારા કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. એવામાં પ્રોફ્રેસરના મોત પરિવારમાં ગમનું મોંજુ છવાઈ ગયું છે.