ભાઈબંધ એટલે સગા ભાઈ સમાન વ્યક્તિ કહેવાય પરંતુ ઘણી વખત એવી ખોટી વ્યક્તિ ભાઈબંધ બની જાય તો જીવનમાં મોટો ભૂકંપ આવી જતો હોય છે. આવું જ કંઈક કડીમાં સામે આવ્યું છે. જ્યાં એક મિત્રએ તેના મિત્રની પત્નીને પ્રપોઝ કર્યું હતું. અને બાદમાં ખૂની ખેલ ખેલાઇ ગયો હતો. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કડી તાલુકાના કુંડાલ નામના ગામે વસવાટ કરતો કરણ છેલ્લા 10 વર્ષથી કડી માર્કેટ યાર્ડ ખાતે આવેલા અક્ષર કિરાણા સ્ટોરમાં નોકરી કરતો હતો. તેને પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. શનિવારના રોજ કરણ તેના ઘરેથી રાબેતા મુજબ પોતાના કામ અર્થે જવા માટે નીકળ્યો હતો. પરંતુ સાંજ થઈ તેમ છતાં પણ તે પાછો ના ફરતા તેના પરિવારને ચિંતા થવા લાગી હતી. તેથી પરિવારજનોએ કરણની શોધખોળ શરૂ કરી હતી. જો કે તેની કોઈ ભાળ ન મળતા તેમણે આખરે રવિવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે પોલીસે આ મામલે ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી હતી. અને કરણ જે સ્ટોરમાં કામ કરતો હતો ત્યાં તેની સાથે કામ કરતા સાથી કર્મચારી જૈમિન ઉર્ફે લાલભાની પણ પૂછપરછ કરી હતી. એ પછી મોઢેરા નર્મદા કેનાલમાંથી એક અજાણી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં આ લાશ કરણની જ હોવાનું સામે આવ્યું હતું. હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ઘટના સ્થળની આસપાસ ના સીસીટીવી કેમેરા તપાસતા ખબર પડી કે કરણની લાશ ફેંકવા આવેલ કાર કરણના સાથી કર્મચારી જૈમિન ઉર્ફે લાલભાની છે. ત્યારે આ વાતની જાણ દુકાન માલિક ને થતાં માલિક ચકાભાઇ તેમજ હરિભાઈએ જૈમિનને ફોન કર્યો ત્યારે જૈમીને પોતાનો ગુનો કબૂલ્યો હતો. અને કહ્યું હતું કે કરણે મારી પત્ની ને પ્રપોઝ કર્યું હતું. અને એટલે જ ગુસ્સામાં મેં તેની હત્યા કરી નાખી હતી.
તમને જણાવી દઈએ કે, આરોપી જૈમીન ઉર્ફે લાલભા હાલ ફરાર થઇ ગયો છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.