Ajab GajabNewsRajasthan

પુનર્જન્મ : ૪ વર્ષની દીકરીએ બધાના હોંશ ઉડાવી દીધા, કહ્યું કે હું સળગીને મરી ગઈ હતી, માતા-પિતા, ભાઈ બધાની ઓળખાણ આપી દીધી,

ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં પુનર્જન્મની માન્યતા ખૂબ જ પ્રાચીન છે.આવો જ એક કિસ્સો રાજસ્થાનના રાજસમંદથી સામે આવ્યો છે.અહીં માત્ર ૪ વર્ષની એક છોકરીએ તેના પુનર્જન્મની લગભગ તમામ ઘટનાઓ સચોટ કહી,એટલું જ નહીં,તેણે તેના આગલા જન્મમાં થયેલા મૃત્યુ વિશે પણ એકદમ સાચી માહિતી આપી.

પરાવલ એ રાજસમંદ જિલ્લામાં નાથદ્વારાને અડીને આવેલું ગામ છે.અહીંના રતનસિંહ ચુંડાવતને 5 દીકરીઓ છે.તે હોટલમાં કામ કરે છે.છેલ્લા એક વર્ષથી તેમની સૌથી નાની પુત્રી ૪ વર્ષની કિંજલ વારંવાર તેના ભાઈને મળવાની વાત કરતી હતી.

કિંજલના દાદા રામસિંહ ચુંડાવતે કહ્યું કે પહેલા તો તેમણે તેના પર ધ્યાન આપ્યું ન હતું,પરંતુ બે મહિના પહેલા જ્યારે કિંજલની માતાએ કિંજલને તેના પિતાને બોલાવવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે પાપા પીપલાંત્રી ગામમાં છે.પીપલાંત્રી એ જ ગામ છે જ્યાં ઉષા નામની મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું.આ ગામ કિંજલના હાલના ગામથી લગભગ 30 કિમી દૂર છે.

અહીંથી કિંજલના પુનર્જન્મની કહાની શરૂ થાય છે.છોકરીના જવાબ અને દાવાથી પરિવાર ચોંકી ગયો છે.પૂછપરછ કરવા પર કિંજલે જણાવ્યું કે તેના માતા-પિતા અને ભાઈ સહિત સમગ્ર પરિવાર પીપલાંત્રીમાં રહે છે.તે 9 વર્ષ પહેલા બળી ગઈ હતી.

જ્યારે કિંજલની વાત પીપલાંત્રી ગામે પહોંચી ત્યારે તે લોકો અહી આવ્યા.પંકજ નામનો વ્યક્તિ ઉષાનો ભાઈ છે.તેમના કહેવા પ્રમાણે, તેમણે કિંજલને જોતાની સાથે જ તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

ઉષાની માતા ગીતાબેને જણાવ્યું કે જ્યારે કિંજલ અમારા ગામમાં આવી ત્યારે એવું લાગતું હતું કે જાણે તે વર્ષોથી અહીં રહે છે.ગીતાબેને જણાવ્યું કે તેમની પુત્રી ઉષા ૨૦૧૩ માં ઘરમાં કામ કરતી વખતે ગેસના ચૂલાથી દાઝી ગઈ હતી.

આ ઘટનાક્રમ બાદ કિંજલ અને ઉષાના પરિવાર વચ્ચે એક અનોખો સંબંધ બંધાયો છે.

જો કે કિંજલ નાની છે અને તે સંપૂર્ણ બોલી પણ શકતી નથી,પરંતુ હાવભાવમાં તે ઉષાનો પરિવાર જે ઈચ્છે છે તે બધું જણાવી દે છે. કિંજલના પરિવારજનોએ પહેલા કિંજલને બિમાર માનીને ડોક્ટરને બતાવ્યુ,પરંતુ તેઓએ તેને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું.આ પછી તેના પુનર્જન્મનો દાવો કરવામાં આવી રહ્યો છે.