SaurashtraGujaratRajkot

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની આંખમાંથી સરી પડ્યા આસું

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ના વિરોધ વચ્ચે સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ ગઈ કાલના મવડી વિસ્તારમાં કિસાન ગૌશાળા ખાતે સ્નેહ સંવાદ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના નેતાઓની હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પુરુષોત્તમ રૂપાલા ભાવુક થઈ ગયા હતા. સભા સંબોધતા સમયે પુરુષોત્તમ રૂપાલાની આંખમાં આંસુ સરી પડ્યા હતા.

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં મવડી વિસ્તારમાં કિસાન ગૌશાળા ખાતે સ્નેહ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પુરુષોત્તમ રૂપાલા ભાવુક થતા તેમની આંખોમાં આંસુ સરી પડ્યા હતા. તેના લીધે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. એવા એક તરફ પુરુષોત્તમ રૂપાલા ભાવુક જોવા મળ્યા તો બીજી તરફ તેમના દ્વારા રાજકોટ સ્થિત નું ઘર પણ ખાલી કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.

જાણકારી મુજબ, ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં પોતાનું ઘર ખાલી કરવામાં આવ્યું છે. અમીન માર્ગ પરના બંગલાને પુરુષોત્તમ રૂપાલા દ્વારા ખાલી કરવામાં આવ્યો છે.જણાવી દઈએ કે, રાજકોટના મવડી વિસ્તારમાં ફલેટમાં રહેવા માટે તે ગયા છે. રહેઠાણના ફેરબદલ લીધે રાજકોટની જનતામાં અનેક પ્રકારની ચર્ચા રહેલ છે.