લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તેને લઈને સતત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં પણ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીત માટે પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે. ભાજપના ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોધાવાના છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, ક્ષત્રિયો સમાજ ના વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરવા જવાના છે. સવારના સમયે યાજ્ઞિક રોડથી પદયાત્રા યોજવાના છે. જ્યારે બહુમાળી ભવન ખાતે જનસભાને તે સંબોધન કરશે. તેની સાથે 11.30 વાગ્યે સમર્થકો સાથે ફોર્મ ભરવા છે. જ્યારે બહુમાળી ચોકથી કલેક્ટર ઓફીસ કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જવાના છે.
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યાર બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ તા. 19.4.2024 રાખેલી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 કરવામાં આવશે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 રાખવામાં આવી છે. જ્યારે મતદાનની તા. 7.5.2024 અને મતગણતરી ની તારીખ તા. 4.6.2024 રહેલી છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ક્ષત્રિયો સમાજનું આ અંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા રહેલી છે.