GujaratAhmedabad

ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ, ક્ષત્રિય સમાજની એક જ માંગ રૂપાલાની ટિકિટ પાછી ખેંચો

લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટી ઓ દ્વારા ઉમેદવારો નામ જાહેર કરી દેવાયા છે. એવામાં રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વારા પુરુશોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવતા તે વિવાદોમાં ફસાઈ ગયા છે. જ્યારે વિવાદ વધુ ઉગ્ર બનતા ક્ષત્રિય સમાજ દ્વારા પરશોતમ રુપાલા ની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવાર ની ટિકિટ આપવાની માંગણી કરવામાં આવી હતી. એવામાં આ મામલામાં ભાજપના ક્ષત્રિય નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજ ની કોર કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં બાદ ભૂપેન્દ્ર ચુડાસમા ના અધ્યક્ષ સ્થાન પર પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્ર ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે આ બાબતમાં બેઠક બોલાવવામાં આવી હતી. જ્યારે આ બેઠકમાં ક્ષત્રિય સમાજ ની કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ મારા કોર કમિટી સમક્ષ વાત કરવામાં આવી હતી. 3-3 વખત માફી પણ માંગવામાં આવી હતી. ત્યારે આ બાબતમાં પાર્ટી દ્વારા વિચાર કરવામાં આવશે. તેની સાથે રુપાલા દ્વારા અનેક વખત માફી માંગવામાં આવી છે. તેમ છતાં આ મામલા નું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. અમારા દ્વારા પાર્ટી ને અમારી વાત કરાશે. ત્યારે બાદ પાર્ટી દ્વારા નિર્ણય લેવાશે. જ્યારે બીજી બેઠક થશે નહીં.

જ્યારે ભાજપ સાથે બેઠક બાદ કરણસિંહ ચાવડા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. આ મામલામાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા ઈચ્છી રહ્યો નથી. ત્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો રહેલા છે. અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છીએ કે પછી ક્ષત્રિય સમાજ જોવે છે.