CrimeGujaratMadhya Gujarat

સ્વામિનારાયણ મંદિરમાંથી 50 લાખની નકલી નોટ અને પ્રિન્ટિંગ મશીન સાથે રાધારમણસ્વામીને પોલીસે પકડ્યા

ગળતેશ્વર પાસે અંબાવ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે દરોડા પડ્યા હતા. દરોડામાં પોલીસે રાધા રમણસ્વામી ની અટકાયત કરી છે. તેમની પાસેથી 50 લાખ રૂપિયાની ચલણી નોટો અને પ્રિન્ટિગ મશિન પણ મળ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાધુને સુરત લઈ જવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નોટો નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી નોટ પકડવા માટે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે જ એક યુવકની પુછપરછ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું નામ સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આજે સ્વામિનારાયણ મંદિરમાં દરોડા પાડ્યા ત્યારે 50 લાખની નોટ અને પ્રિન્ટિંગ મશીન મળી આવતા રાધારમણસ્વામી ની મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

થોડા સમય સુધી ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્વામીની પૂછપરછ કરવામાં આવી હતી. અને એ પુછપરછમાં મોટા નામ સામે આવી શકે એવું હતું.આ ધંધામાં અન્ય કોણ કોણ સામેલ હતું તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે એવું ક્રાઈમ બ્રાંચ અધિકારીઓએ જણાવ્યું હતું.આ સમગ્ર ઘટના ૨૩-૨૪ નવેમ્બર ૨૦૧૯માં જ ઘટી હતી જોકે આ ઘટના નવેમ્બર ૨૦૧૯ ની જ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે