GujaratAhmedabad

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું બુલેટ ટ્રેન અંગે આપ્યું મોટું નિવેદન

બુલેટ ટ્રેનની દરેકને સવાલ રહેલ છે. એવામાં હવે આ બાબતમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેનનું કામ દેશમાં ઝડપથી કરવામાં આવી રહ્યું છે. જ્યારે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલું ભાડું લેવામાં આવશે તેને લઈને તેમના દ્વારા જાણકારી આપવામાં આવી છે.

એક નામી ન્યૂઝ ચેનલમાં અશ્વિન વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમે ઈચ્છો તો સુરતમાં સવારનો નાસ્તો અને પછી મુંબઈમાં જઈને નોકરી કરી શકશો. ત્યાર બાદ રાત્રીના પરત તમારા પરિવાર સાથે પણ જઈ શકાશે. દુનિયામાં જ્યાં-જ્યાં બુલેટ ટ્રેન ચાલુ છે. તે જગ્યાએ 90 ટકા લોકો દૂરની યાત્રા માટે બુલેટ ટ્રેનનો જ ઉપયોગ કરતા હોય છે.

રેલવે મંત્રી દ્વારા બુલેટ ટ્રેન ના ભાડા ને લઈને જણાવ્યું છે કે, બુલેટ ટ્રેનનું ભાડું વિમાનની મુસાફરી કરતા ઘણું સસ્તું રહેશે. મુંબઈ-અમદાવાદ કોરિડોર માટે 8 નદીઓ પર પુલ બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયા રહેલી છે. જેમાં દસ હજાર કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ કરાઈ રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર દ્વારા 5 હજાર કરોડનું યોગદાન આપવામાં આવશે. બાકીની કામગીરી જાપાન પાસેથી લોન લઈને પૂર્ણ કરાઈ રહી છે. તેનું વ્યાજ માત્ર 0.1 ટકા રહેલી છે.