AhmedabadGujarat

વરસાદ ક્યાંય નથી ગયો, અંબાલાલ પટેલે વરસાદ પડવાની આપી દીધી તારીખ

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ ક્યારે પડશે તેને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વરસાદને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હજુ વરસાદ ગયો નથી. વરસાદનુ 15થી 20 ઓગસ્ટ દરમિયાન આશ્લેષા નક્ષત્રના અંત તેમજ મઘા નક્ષત્રની શરુઆતના સમય દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત,દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કૃષિ પાક માટે મઘા નક્ષત્રનું પાણી ખુબ સારું કહેવાય છે. મઘા નક્ષત્રમાં પડેલ વરસાદ નુ પાણીનો સ્ટોર કરીને લોકો તેને આખું વર્ષ ઉપયોગમાં પણ લઈ શકે છે.

નોંધનીય છે કે, અંબાલાલ પટેલે પોતાની અગાહીમાં જણાવ્યું કે રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. સાથે જ કહ્યું કે આગામી સમયમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ રહેલી છે. તેમણે 15થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે, અંબાલાલ પટેલે 15 ઓગસ્ટ પછી સારો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ખેતીના પાકને જરૂર હોય તે જ સમય પર જો વરસાદ પડે તો ખેતીને પણ ફાયદો થશે.  રાજ્યના વાતાવરણમાં 12મી ઓગસ્ટથી ફરી પલટો આવશે, બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે, જેના લીધે થઈને મધ્યપ્રદેશ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ રહેશે.