GujaratMadhya GujaratNorth GujaratSaurashtra

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં આટલી જગ્યાએ ભર શિયાળે વરસાદ ચાલુ

ગુજરાતમાં ચોમાસા બાદ કમોસમી વરસાદ અને ત્યારબાદ તીડનાં આક્રમણે ખેડૂતોને રડાવ્યા હતા ત્યારે હવે જાન્યુઆરીમાં પણ આજે કમોસમી વરસાદ થયો છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કચ્છ સહીત સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર, ભાવનગરમાં વરસાદ પડતા ઠંડકમાં વધારો થયો છે.માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ હતું.

માવઠાની અસરથી શિયાળુ પાક જીરું, ચણા, ઘઉં સહીત અનેક પાક માં નુકસાન થવાની શક્યતા છે. જો કે હજુ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શક્યતા છે.રવી પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ