AhmedabadGujarat

આગામી 4 દિવસ આ વિસ્તારમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાત ફરી એક વખત વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાર દિવસ વરસાદ માહોલ રહેશે. તેની સાથે બે દિવસ છુટો છવાયો વરસાદ રહેવાનો છે. હવામાન વિભાગ મુજબ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેની સાથે 17 જુલાઈ બાદ વરસાદની ગતિમાં વધારો જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા દરમિયાન જણાવ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા સુધી વરસાદ વરસ્યો છે. એવામાં હવે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ વરસાદી માહોલ રહેશે. જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ જોવા મળવાનો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ અગાઉ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન જોવા મળશે. જ્યારે બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. તેની સાથે ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસવાની પણ આગાહી કરી છે.