રાજકોટ AIIMS નો ડ્રોન મારફતે દવા મોકલવાનો ટ્રાયલ સફળ, ડ્રોનથી 40 કિમી દૂર દવા મોકલાઈ
ગુજરાતમાં હવે ડ્રોન મારફતે પણ દવા મોકલવામાં આવશે. કેમકે રાજકોટ એઇમ્સ ડ્રોનના મારફતે દવા મોકલવામાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેની સાથે ડ્રોનથી 40 કિલોમીટર દૂર દવા મોકલવા માટે ટ્રાયલ સફળ રહ્યું હતું. રાજકોટ એઈમ્સથી સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવા મોકલાઈ હતી. ત્યાર બાદ ઈમર્જન્સી કેસોમાં ડ્રોન દ્વારા દવા મોકલવી ફાયદાકારક રહેશે.
તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઉત્તરાખંડનાં દુર્ગમ ક્ષેત્રોમાં ઋષિકેશ એઈમ્સથી દવાઓ પહોંચાડવાની શરૂઆત કરાઈ હતી. તેના માટે ટિહરીનાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર સુધી દવાની ડિલીવરી કરીને સફળ ટ્રાયલ કરાયું હતું. આ સાથે જ ઋષિકેશ એઈમ્સ દવાની ડિલીવરી કરવામાં ડ્રોનનો ઉપયોગ કરનારું દેશનું પ્રથમ એઈમ્સ બનેલ છે. ત્યારે રાજકોટ એઈમ્સ દ્વારા પણ આ સુવિધા જલ્દી જ શરૂ કરવામાં આવી શકે છે.
વધુમાં તમને જણાવી દઈએ કે, આગામી સમયમાં ઈમરજન્સી કેસોમાં એઈમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફતે દર્દીઓ સુધી દવાઓ પહોંચાડવામાં આવશે. જ્યાં કનેક્ટિવિટી નથી અને દર્દીઓને ઈમર્જન્સીમાં દવાની જરૂરીયાત ઉભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલના 3 કિલોગ્રામ દવા 40 કિલોમીટર દૂર ઉડાન ભરી સરપદડ આરોગ્ય કેન્દ્રથી ડ્રોન મારફતે ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડાઇ હતી.