GujaratRajkotSaurashtra

રાજકોટના ધોરાજીમાં સર્જાઈ મોટી દુર્ઘટના : તાજીયા દરમિયાન 15 લોકોને લાગ્યો વીજકરંટ, ચારની હાલત ગંભીર

રાજકોટના ધોરાજીમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણથી ચાર લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, દેશભરમાં આજે મહોરમના પર્વ ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીના રસુલપુરામાંથી મોટી દુર્ઘટના ઘટી હતી. ધોરાજીના રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતા 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણકારી મળતા હોસ્પિટલની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે. 15 માં ત્રણથી ચાર વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં હોસ્પિટલ ખાતે તમામ સારવાર હેઠળ રહેલા છે. ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું છે.