GujaratRajkotSaurashtra

રાજકોટમાં ધો. 10 નો વિદ્યાર્થી ધો. 12 ની વિદ્યાર્થિની ને ભગાડીને લઈ ગયો પછી જોવા જેવું થયું….

રાજકોટ શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજકોટનો ધોરણ-10 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ધોરણ 12ની વિદ્યાર્થિની ને ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં વિદ્યાર્થિનીના માતા-પિતાની ફરિયાદના આધારે બંનેને પોલીસ દ્વરા પોરબંદર થી ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ મામલામા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના ગોંડલ રોડ પાસે રહેનાર અને ધોરણ-12 માં અભ્યાસ કરતી સગીરાને તેના ઘર પાસે રહેનાર ધોરણ-10 માં અભ્યાસ કરનાર 15 વર્ષીય સગીર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંને દ્વારા ઘરેથી બહાર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને તારીખ 5 જૂલાઈ ના રોજ સ્કૂલેથી જ તે નાસી ગયા હતા.

એવામાં મોડી સાંજના ઘરે દીકરી ના આવતા તેના માતા-પિતા દ્વારા દીકરીની શાળાએ જઈને તેની તપાસ કરી હતી. તેમ છતાં દીકરીની કોઈ જાણકરી ના મળતા પરિવાર દ્વારા આ મામલામાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આ મામલાની ગંભીરતાને જોતા ભક્તિનગર પોલીસ સ્ટેશન પી આઈ સહિતની ટીમ દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ  તાત્કાલિક પોરબંદર પહોંચી ગઈ અને આ બંનેને ઝડપી પાડ્યા હતા. તેના પછી બંનેને પોલીસ દ્વારા રાજકોટ માં લાવવામાં આવ્યા હતા.

રાજકોટમાં લાવ્યા બાદ સગીરની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તે મામલામાં જાણકારી સામે આવી છે. સગીર પ્રેમિકા ને ભગાડીને ગ્રીનલેન્ડ ચોકડી  પાસે પહોંચ્યો હતો. ત્યાર બાદ ખાનગી ટ્રાવેલ્સ માં અમદાવાદ ત્યાંથી સુરત પછી અમદાવાદ અને સુરત એમ બંને ફરવા ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ અમદાવાદ થી દ્વારકા અને પોરબંદર પહોંચી ગયા હતા. તેમ છતાં પોલીસ દ્વારા આ બનેને પોરબંદરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.