GujaratRajkotSaurashtra

રાજકોટમાં રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈને ઉંધી પટકાઈ, સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના

રાજ્યમાં અકસ્માતના બનાવોના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના કોઈ કામને પૂરું કરવા માટે ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે. ત્યારે આ રીતે સ્પીડમાં ગાડી ચલાવવી તે ઘણી વખત જોખમી સાબિત થતું હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં એક રીક્ષા ચાલક ફૂલ સ્પીડમાં રિક્ષા ચલાવી રહ્યો હતો અને તે દરમિયાન રીક્ષાની સ્પીડ વધી જતાં રીક્ષા ચાલકે રીક્ષા પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રીક્ષા ઊંઘી થઈ ગઈ હતી તેમજ રીક્ષા ચાલક રીક્ષાની નીચે આવી ગયો ગતો. જો કે, સદનસીબે આ આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. ત્યારે આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ અકસ્માતબી વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ખાતે એક રીક્ષા ચાલક ફૂલ સ્પીડમાં રીક્ષા ચલાવીને આવી રહ્યો છે. તે દરમિયાન અચાનક રિક્ષાની સ્પીડ વધી જતાં રીક્ષા ચાલક રીક્ષા પરથી કાબુ ગુમાવી બેસે છે. અને માત્ર 3 જ સેકન્ડમાં રીક્ષા રોડ ઉપર પલટી ખાઈને ઉંધી પડી જાય છે. અને રીક્ષા ચાલક રિક્ષાની નીચે આવી જાય છે. ત્યારે ત્યાં હાજર લોકો તરત જ રીક્ષા ચાલકને રીક્ષા નીચેથી બહાર કાઢે છે.

નોંધનીય છે કે, આ અકસ્માતમાં રીક્ષા ચાલકને થોડી સામાન્ય ઇજા પહોંચી હતી. તે સિવાય આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી. તમને જણાવી દઈએ કે, સ્પીડમાં વાહન ચલાવવાને કારણે રાજ્યના અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત થયો ત્યારે પણ વાહન ઓછી સ્પીડમાં ચલાવવા જોઈએ તેવી વાતો ત્યાં હાજર લોકોમાં ચર્ચાઈ રહી હતી.