BollywoodIndia

રાની ચેટરજીના ડાન્સે ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, તેનો ડાન્સ જોઈને ચાહકો ચોંકી ગયા

Rani Chatterjee Video: ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી રાની ચેટર્જી (Rani Chatterjee)સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના પ્રોફેશનલ તેમજ અંગત જીવનને કારણે લાઈમલાઈટમાં રહે છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની રાણી કહેવાતી અભિનેત્રી રાની ચેટર્જી પોતાના લુક અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જેની દુનિયાભરમાં મજબૂત ફેન ફોલોઈંગ છે.

Rani Chatterjee ને તેની સુંદરતાના એટલા જ વખાણ મળે છે જેટલી તે તેના અભિનય માટે લાઇમલાઇટમાં રહે છે. ભોજપુરી સિનેમામાં હિટ ફિલ્મો આપનાર અભિનેત્રી રાની ચેટર્જીએ હાલમાં જ એક જબરદસ્ત ડાન્સ વીડિયો (Dance Video) શેર કર્યો છે.ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો રીલ વીડિયો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ ડાન્સ ક્લિપમાં રાની ચેટર્જી બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી રહી છે. લેટેસ્ટ વિડીયોમાં રાની ચેટર્જી સાડી પહેરીને ‘લેકે પહલા પહલા પ્યાર’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. રાની ચેટરજીનો આ ડાન્સ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે, લોકોએ કમેન્ટ બોક્સમાં એક્ટ્રેસના જોરદાર વખાણ કર્યા છે.