AhmedabadGujarat

રથયાત્રામાં તોફાને ચડેલા આખલાએ ભાજપના પીઢ અગ્રણીના પરિવારના લોકોને અડફેટે લેતા સૌને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ગતરોજ અષાઢી બીજ રથયાત્રામાં દિવસે શ્રદ્ધાળુઓ પોતાને ત્યાં નીકળતી રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દરમિયાન ડીસામાં આયોજિત રથયાત્રામાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. રથયાત્રામાં રક રખડતો આખલો અચાનક જ તોફાને ચડ્યો હતો. જેના કારણે રથયાત્રામાં ભાગદોડ અમે અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન તોફાને ચડેલા આખલાની અડફેટે આવવાના કારણે ભાજપના પીઢ આગેવાન તેમજ પૂર્વ નગર સેવકની ભાભી અને દીકરી સહિત સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરની સમસ્યાના કારણે ડીસામાં જાહેરમાં ઘાસચારો ના નાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. રખડતા ઢોરને લઈને તંત્ર પણ સતત કામ કરતું રહે છે. પરંતુ રખડતા ઢોરનજ સમસ્યા ઓછી થવાના બદલે દિવસેને દિવસે સતટ વધી રહી છે. ગત રોજ ભગવાન જગન્નાથજીની ડીસામાં નીકળેલી રથયાત્રામાં એક આખલો અચાનક જ તોફાને ચડતા રથયાત્રામાં અફરાતફરી મચી ગઇ હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવેલા ભક્તજનોને આખલાએ અડફેટે લેતા ચાર લોકો ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તમને જણાવી દઈએ કે, રથયાત્રા જ્યારે ડીસાના ગોલ્ડન પાર્ક નજીક પહોંચી ત્યારે તોફાને ચડેલો એક આખલો અચાનક જ દોડવા લાગતા ભાજપના પીઢ આગેવાન અને પૂર્વ નગર સેવકની દીકરી તેમજ ભાભી સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ ઘટનાને પગલે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરીને ઇજાગ્રસ્તોને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.