રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કચ્છના આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા, રિવાબાએ શેર કરી તસ્વીરો…
ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ક્રિકેટથી દૂર રવિન્દ્ર જાડેજા ફેમેલી સાથે હોલીડે એન્જોય કરી છે. એવામાં તે પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચેલા હતા. આ દરમિયાનની તેમની પત્ની રિવાબા દ્વારા કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જાડેજાએ હાલમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ 2023 નો ટાઈટલ જીતાડયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ ભાગ લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા દ્વારા ટ્વિટર એકાઉન્ટથી કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા તેમની અને રવિન્દ્ર જાડેજાની તસ્વીરો શેર કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજાની આ અગાઉ પણ મંદિરોમાં દર્શનની તસ્વીરો સામે આવી ચુકી છે. રવિન્દ્ર જાડેજા દ્વારા 2015 માં જામનગરથી આશાપુરા મંદિર સુધી ધાર્મિક પદયાત્રા પણ કરવામાં આવી હતી. 375 કિમી ની પદયાત્રા બાદ જાડેજા અને તેમના મિત્ર 13 દિવસ બાદ માતાના મઢે પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાનો હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદથી ટીમ ઇન્ડિયા હોલીડે પર રહેલી છે. જ્યારે ટીમ ઇન્ડિયાનો આગામી પ્રવાસ વેસ્ટ ઇન્ડીઝમાં રહેલો છે. રવિન્દ્ર જાડેજાનો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થનારી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી 13 ઓગસ્ટ વચ્ચે બે ટેસ્ટ, 3 વનડે અને પાંચ ટી20 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે રમશે.