AhmedabadGujaratIndiaMadhya Gujarat

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં દીવાલ કેમ બને છે? અમદાવાદી યુવકનો વિડીયો દેશભરમાં Viral

અમદાવાદ: આગામી 24-25 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ભારત પ્રવાસે આવવાના છે. તેઓ અમદાવાદની મુલાકાત લેવાના હોવાથી તંત્ર અમદાવાદને અમેરિકા બનાવવા અજબ-ગજબ પેંતરા કરી રહ્યું છે.અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના વિસ્તારમાં રાતોરાત નવા રસ્તાઓ બનાવાયા છે. ટ્રમ્પ ના સ્વાગતમાં અંદાજે 100 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થવાનો છે ત્યારે અમદાવાદની એક દિવાલ દેશભરમાં જાણીતી બની છે. વાત એવી છે કે, અમદાવાદ એરપોર્ટથી સ્ટેડિયમ જવાના રસ્તે વચ્ચે ઝુપડપટ્ટી નો વિસ્તાર આવે છે.પણ ગુજરાતનો વિકાસ એટલે કે ઝુપડપટ્ટી ટ્રમ્પ ન જોઈ શકે એટલે તેને છુપાવવા તંત્ર દ્વારા એક દીવાલ બનાવવામાં આવી છે.

અમદાવાદની એ દીવાલ દેશભરમા આજે ચર્ચાનો વિષય છે. દેશભરમાં ગુજરાત ના ઝુપડપટ્ટીવાળા મોડેલની ચર્ચા વચ્ચે અમદાવાદના એક યુવકે પોતાના ફેસબુક પેજ પર એક કટાક્ષ કરતો વિડીયો અપલોડ કર્યો હતો.યુવકે વીડિયોમાં ઝુપડપટ્ટી બનાવવાનું કારણ જણાવ્યું હતું.

“Jay Hindustani” નામના યુવકે વીડિયોમાં કહ્યું કે, અમદાવાદમાં ટ્રમ્પ જી આવે છે ત્યારે મોદીજી એક દીવાલ બનાવી રહ્યા છે જેથી ડોનાલ્ડ ટ્રમ્પ દીવાલ પાછળના ગરીબ લોકોને જોઈ ન શકે.દેશદ્રોહી લોકો મોદીજીનો વિરોધ કરે છે. લોકો કહે છે કે મોદીજી ગરીબીને જોતા નથી અને ખોટા ખર્ચ કરે છે.હું દેશદ્રોહી લોકોને કહેવા માંગુ છું કે, તમે જે ટેક્સ ભરો છો તે રૂપિયાથી મોદીજી દેશનું નામ રોશન કરવા કરોડોનો ખર્ચ કરવાના છે. ટેક્સના પૈસા મોદીજીના છે,તેઓ સરકાર ચલાવે છે તેથી તેઓ પૈસા વાપરી શકે.

યુવકે કટાક્ષ કરતા કહ્યું કે, નોટબંધી ભારતની સૌથી સફળ યોજના હતી જેના કારણે દેશના અમુક અમીર લોકોનું કાળું નાણું મોદીજીએ જપ્ત કરી લીધું હતું. એ લોકો એટલા ગુસ્સે થયા કે મોદીજીને બદનામ કરવા રોડની આજુબાજુ ગરીબ બનીને રહે છે જેથી ડોનાલ્ડ ટ્રમ્પ ને દેખાય અને મોદીજી નું નામ બદનામ થાય.

યુવકે કહ્યું કે, જે ખરેખર ગરીબ છે એમના માટે મોદીજી દીવાલ બનાવી રહયા છે.દિવાલ તો અત્યારે બનાવી પણ ડોનાલ્ડ ટ્રમ્પ જશે એ પછી ચારેબાજુ દિવાલ બનાવીને ઉપર છત બનાવવામાં આવશે જેથી ગરીબ લોકો માટે મકાન બની જશે.

વિડીયો અહીં જુઓ,

“Jay Hindustani” નો આ વિડીયો દેશભરમાં વાઇરલ થઇ ગયો. આ વિડીયો ને લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ શેર કર્યો છે. બોલિવુડ ના ડિરેક્ટર, લેખક સહીત અનેક દિગ્ગ્જ લોકોએ પણ આ વિડીયોના વખાણ કર્યા છે. વખાણ ની સાથે જ અનેક લોકો એવા છે જેને આ કટાક્ષમાં ખબર ન પડી અને યુવક વિશે ખરાબ ટિપ્પણી કરી.

“Jay Hindustani” ફેસબુક પર અનેક બાબતો વિશે લખતા હોય છે. ફેસબુક પ્રોફાઈલમાં જણાવ્યા મુજબ તેઓ લેખક અને સાથે વકીલ પણ છે.