રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરશોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકો યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલામાં પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રાજપૂત સમાજને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે, પુરશોતમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે હવે તેમને માફ કરી દો. પુરશોતમ રૂપાલાથી ભૂલ થઈ ગઈ તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે. પુરશોતમ રૂપાલાને ક્ષત્રિય સમાજ દ્વારા માફ કરવામાં આવે. જ્યારે લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક તરફ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજને પરષોત્તમ રુપાલાને માફ કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.