GujaratAhmedabad

સસરાના ઈન્ટરવ્યૂ વિશે સાંભળતા જ રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા, જાહેર કાર્યક્રમમાં એવું તો શું બોલી ગયા…

ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ સામે આવ્યો છે. હાલમાં આ પારિવારિક ઝઘડો ચર્ચાનો વિષય બન્યો છે. કેમકે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રવિન્દ્ર અને તેની સાથે અમારે કોઈ સંબંધ રહેલો નથી. તેના લીધે રવીન્દ્ર જાડેજા દ્વારા પણ પ્રતિક્રિયા આપીને આ મામલામાં ખોટો જણાવવામાં આવ્યો હતો. જ્યારે હવે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજાને પરિવારના વિવાદ વિશે પૂછવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તે દરમ્યાન આ મામલામાં કંઈ પણ બોલવાનું ટાળવામાં આવ્યું હતું..

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ધારાસભ્ય રિવાબાના સસરા દ્વારા રવિન્દ્ર અને રિવાબા અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવારનો વિવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમ વખતે નિવેદન આપતા સમયે ધારાસભ્ય રિવાબા જાડેજા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું છે. અહીં હું આ વિશેમાં કંઈપણ કેવા ઈચ્છતી નથી.

રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજાના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, રીવાબા દ્વારા પરિવારને વિખવાદ ઉભો કરવામાં આવ્યો છે. રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ રહેલ નથી. ક્રિકેટર ન બનાવ્યો હોત તો અમારી આવી હાલત થઈ ના હોત. મારી દીકરી નયનાબા દ્વારા ભાઈ માટે ઘણા બલિદાન આપવામાં આવ્યા છે.

એવામાં આ મામલામાં પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ રવિન્દ્ર જાડેજા દ્વારા X  પર પોસ્ટ કરીને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજા દ્વારા ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી હતી. તેની સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દ્વારા તેમની પત્ની રીવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરાયો છે. આ સથે જાડેજાએ X પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢવામાં આવ્યું છે. તેની સાથે રવિન્દ્ર જાડેજા દ્વારા ગુજરાતીમાં લખવામાં આવ્યું હતું કે, એક સમાચર પત્રમાં પ્રકાશિત થયેલા બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન રહેલ છે. માત્ર એક બાજુના દૃષ્ટિકોણનો ઉલ્લેખ કરાયો છે.