AhmedabadGujarat

અમદાવાદમાં સાબરમતી નદીના જળસ્તરમાં વધારો, વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા

રાજ્યમાં ચોમાસા બેસતા જ ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે. એવામાં અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં ગઈ કાલ સાંજના સમયે છ થી આઠ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય શનિવારના ચાર વાગ્યા સુધીના 22 કલાકમાં 67 એમએમ વરસાદ વરસ્યો છે. ઉપરવાસ અને અમદાવાદમાં પાણીની આવક વધવાને લીધે વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવેલ જાણકારી સામે આવી છે. આ તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાબરમતી નદીમાં પાણીની આવતા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવાયા આવ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી સાબરમતીના જળસ્તરમાં વધારો થયો છે તેના લીધે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવાનો નિર્ણય લેવાયો છે. વાસણા બેરેજના તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. હાલ નદીનું જળસ્તર 131 ફૂટ નજીક પહોંચેલ છે.

સાબરમતી નદીમાં જળ સ્તર વધવાને લીધે 21, 22, 25, 26, 28, 29 અને 30 નંબરના ગેટ ખોલી દેવાયા છે. છે. તેના લીધે પાણીની આવક આગળ વધી શકે છે. શનિવાર અને સોમવારના 22 કલાકમાં 67 એમએમ વરસાદ વરસ્યો છે. તેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શુક્રવારના અમદાવાદમાં દિવસ દરમિયાન તાપ રહ્યા બાદ સાંજના સમયે 6 થી 8 માં જોધપુરમાં છ, બોપલમાં ચાર તથા બોડકદેવ વોર્ડમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.