GujaratSouth GujaratSurat

દુઃખદ ઘટના : સુરતમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા એક યુવકનું મોત, પાંચ સંતાનો પિતા વિહોણા બન્યા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતના ઉઘના વિસ્તારથી સામે આવ્યો છે.

સુરતના ઉધનામાં અજાણ્યા વાહનની અડફેટે આવતા એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાત્રીના સમયે નોકરી પરથી ઘરે આવતા સમયે અજાણ્યા વાહન દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે પાંચ સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલામાં અકસ્માત મોતની ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના રામ પ્રતાપ સિંઘ સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહી રહ્યા હતા. ચાર મહિના પહેલા જ રોજગારી અર્થે સુરત આવેલા હતા અને ક્રશ મશીન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને બે પુત્રી રહેલ છે.

ગઈ કાલ રાત્રીના નોકરી કરીને રામ પ્રતાપ સિંઘ પરત ફરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહન દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે વાહનચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો. પરિવારને જાણ થતા જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ પોલીસને આ મામલામાં જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.