AhmedabadGujarat

કેનેડાથી સામે આવી દુઃખદ ઘટના, અમદાવાદના વર્ષિલ પટેલનું કાર અકસ્માતમાં મોત

કેનેડાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વર્ષિલ પટેલનું આ કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. તે થોડા સમયે પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલો હતો. એવામાં કેનેડાના બેરે સિટીમાં રોડ ક્રોસ કરતા સમયે ફુલસ્પીડમાં આવી રહેલી એક કાર દ્વારા તેને ટક્કર મારવામાં આવતા તેનું રસ્તા પર જ કમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નિર્ણય નગર વિસ્તારમાં રહેનાર વર્ષિલ પટેલ ધોરણ-12 સાયન્સના અભ્યાસ બાદ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલો હતો. તે અંદાજીત દોઢ વર્ષ પહેલા જ કેનેડા ગયેલો હતો. એવામાં શુક્રવાર રાત્રીના સમયે બેરીના દક્ષિણ વિસ્તારમાં તે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે અચાનક ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા તેને અડફેટે લેવામાં આવ્યો હતો. તેના લીધે વર્ષિલ પટેલનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું,

જ્યારે વર્ષિલ પટેલના મોતના લીધે તેના માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વર્ષિલ પટેલ તેમનો એકનો એક દીકરો રહેલો હતો. તેને અભ્યાસ માટે કેનેડા મોકલવામાં આવ્યો હતો જ્યારે તે ફ્રેન્ડ્સ સાથે કેનેડામા રહી રહ્યો હતો.

બેરના પોલીસ દ્વારા આ મામલામાં જણાવ્યું છે કે, ગાડી ઓવરસ્પીડમાં રહેલી હતી તેના લીધે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર વ્યક્તિ હાલમાં પકડી પાડવામાં આવ્યો છે. હાલ વર્ષિલના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ તેના મૃતદેહને ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરાશે. તેના માટે કેનેડાની સ્થાનિક ગુજરાતી સંસ્થાઓ પણ મદદે આવી ગઈ છે. જ્યારે વર્ષિલના મિત્રો પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. એક અઠવાડિયા પછી વર્ષિલનો મૃતદેહ ભારત લવાશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે