હવે ખતરાથી બહાર છે ‘બચપન કા પયાર’ ફેમ સહદેવ દીર્દો, અકસ્માતમાં થઇ હતી ગંભીર ઇજા.
‘જાને મેરી જાનેમન, બચપન કા પ્યાર’ આ ગીત ગાઈને આખા વિશ્વમાં ફેમસ થયેલ બાળક સહદેવનો મંગળવારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં તે ખુબ ઘાયલ થયો હતો. તે પછી ઇમર્જન્સીમાં તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે ત્યાં તેની સારવાર ચાલી રહી હતી.
સોશિયલ મીડિયા પર તેના અકસ્માતના સમાચાર ફેલાતા જ બધાએ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.
જોકે હવે સહદેવની હાલત પહેલાથી જ સ્થિર હોવાનું કહેવાય છે. બહાર આવી રહેલા સમાચાર મુજબ, અકસ્માત બાદ સહદેવ ઘણા કલાકો સુધી બેભાન હતા. રાત્રે 10 વાગે તેને હોશ આવ્યો. તેમની તબિયત હવે સુધરી રહી છે પરંતુ તેમાં થોડો સમય લાગશે. સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં સહદેવ ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
તમને જણાવી દઈએ કે સારવાર પછી લગભગ 5 કલાક પછી તે ભાનમાં આવ્યો હતો. બીજી બાજુ બૉલીવુડ સિંગર બાદશાહએ પણ સહદેવ જલ્દી સારો થઇ જાય એ બાબતે પ્રાર્થના કરી હતી અને ફોન કરીને સહદેવ અને પરિવારની ખબર પૂછી હતી. તેમણે પણ મદદ કરવા માટે તૈયારી બતાવી છે. બાદશાહે તે બાળક સાથે બચપન કા પ્યાર લઈને એક વિડિઓ સોન્ગ પણ બનાવ્યું છે.આ કેસમાં જાણવા મળ્યું છે કે સહદેવ મંગળવારે સાંજે તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર બેસીને શબરી નગર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇક બેકાબુ થઈને રોડ પર પડી ગઈ હતી.
આ અકસ્માત બાદ સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ દરમિયાન તેને માથામાં ચાર ટાંકા પણ આવ્યા હતા. આ ઘટનાના સમાચાર સાંભળીને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સુકમા કલેક્ટરને ફોન કરીને સહદેવની સારી સારવાર સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. CMO ઑફિસે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.- ‘મુખ્યમંત્રી શ્રી @bhupeshbaghel સહદેવ દેરડોના અકસ્માતના સમાચાર પર શોક વ્યક્ત કરતાં, કલેક્ટર શ્રી વિનીત નંદનવાર @SukmaDistને વહેલી તકે શ્રેષ્ઠ તબીબી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે’.
સીએમ પણ થયા હતા સહદેવના ગીતના ચાહક.
ઉલ્લેખનીય છે કે સહદેવ દેરડોએ ‘જાને મેરી જાનેમન’ ગીત એવી રીતે ગાયું હતું કે તે ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું. તે જ સમયે, તે બધાની જીભ પર આવી ગયો. સહદેવની શાળાના શિક્ષકે વર્ષ 2019માં તેના વર્ગમાં બસપન કા પ્યાર ગીત ગાતા તેનો વીડિયો બનાવ્યો હતો. વાદળી શર્ટ પહેરીને, સહદેવ સીધા કેમેરા તરફ જુએ છે.