GujaratJamnagarSaurashtra

ભાજપના આંતરિક જૂથવાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની રાજકીય અખાડો

જામનગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી કરાવવાનું કાભાંડ ઉજાગર થયા બાદ સરકાર હરકતમાં આવી અને આ મામલે તપાસના આદેશ આપ્યા. ત્યારે હવે ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ એવા પ્રોફેસર ગિરીશ ભીમાણી કોલેજને બચાવવા માટે મેદાને આવ્યા અને કોમર્સનું જોડાણ રદ્દ કરીને આ મામલે કડક કાર્યવાહી કરી હોવાનો સરકાર જોડે પોતાની નિષ્ફળતાનો બચાવ કર્યો. પરંતુ પ્રો. ગિરીશ ભીમાણી રાજકારણનો હાથો બન્યા છે અને તેમણે કાર્યકારી કુલપતિનું પદ ગુમાવવું જ પડશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા 14 મહિનાથી રાજકીય અખાડો બની ગઈ હોય તેમ સતત વિવાદોમાં જ સપડાતી રહે છે. જેને કારણે રાજ્ય સરકાર અને ભાજપ પક્ષ બન્નેની છાપ ખરડાઈ છે. રૂપાણી સરકારના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બધું જ સંકલન સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી કરતા હતા. પરંતુ મુખ્યમંત્રી બદલાતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ તરીકે પ્રોફેસર ગિરીશ ભીમાણીની નિમણુંક કરવામાં આવી અને તેમણે નિયત સમયમાં સેનેટ સભ્યની ચૂંટણી ના કરાવીને સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી સહિત 5 સિન્ડિકેટ મેમ્બર્સના ભાજપના જૂથને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઘર ભેગું કરી દીધું.

આ પણ વાંચો: બાપે કર્યું શેતાન જેવું કાર્ય, સગાઈ કરેલી દીકરીને સાંકળથી બાંધીને ઘરમાં પુરી રાખી

પ્રો. ભીમાણીએ સરકારની નજીક જવા માટે કેટલાય નિર્ણયો કર્યા અને તેમણે અત્યારસુધી અનેક નવા વિવાદો પણ સર્જ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારનું સંકલન ના થતું હોવાના કારણે ભાજપના જ બે જૂથ દર વખતે આમને સામને આવી જાય છે અને પછી નવા નવા વિવાદો સર્જાય છે.

કોંગ્રેસના પ્રદેશ નેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીમાં ડીન એવા ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે, 14 મહિનાથી સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કાર્યકારી કુલપતિથી કામ રોળી રહી છે. જેના કારણે વહીવટી શિથિલતા પણ આવી છે. અને જે યોગ્ય નિર્ણયો થવા જોઈએ તે પણ થઈ શકતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વર્ષ સેનેટ ચૂંટણીનું વર્ષ હતું. તેમ છતાં ચૂંટણી યોજવામાં આવી. ભાજપના જ આંતરિક મતભેદો અને તેમના બે જૂથને કારણે નેશનલ એજ્યુકેશન પોલીસીનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નહીં, A ગેડ ન હોવાના કારણે એકેડેમિક ક્રેડિટ બેન્ક બની શકી નહિ, નવા અભ્યાસક્રમ આવી શક્ય નહિ, કાયમી ભરતી ના થઇ શકી તેમજ તે સહિતની અનેક વહીવટી પ્રક્રિયાઓ પણ ખોરવાઈ ગઈ.