GujaratMadhya Gujarat

બાપે કર્યું શેતાન જેવું કાર્ય, સગાઈ કરેલી દીકરીને સાંકળથી બાંધીને ઘરમાં પુરી રાખી

બનાસકાંઠાથી વિચિત્ર અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. જેમાં એક પિતા દ્વારા દીકરી સાથે એવી હરકત કરવામાં આવી છે તેના લીધે તે ચર્ચાનો વિષય બની ગયા છે. એક પિતા દ્વારા પોતાની દીકરીને સાંકળથી બાંધી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે કારણોસર એક પિતા દ્વારા તેની દીકરીને સાંકળથી બાંધી રાખવામાં આવી હતી. આ વાતની જાણકારી 108 અભયમની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.  તેમના દ્વારા આ પિતાને સમજાવવામાં આવ્યા અને દીકરીને મુક્ત કરાવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરામાં 181 અભયમ ટીમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક દીકરીને તેના માતા-પિતા દ્વારા સાંકળથી બાંધીને રાખવામાં આવી રહી છે. તેના લીધે 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. તે દરમિયાન 108 ની ટીમે જોયું તો તે ચકિત થઈ ગઈ હતી. કેમકે એક પિતા દ્વારા પોતાની દીકરીને સાંકળથી બાંધી રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ અભયમની ટીમ દ્વારા આ દીકરીને મુક્ત કરાવી લેવામાં આવી હતી. તેના પછી માતા પિતાનું કાઉન્સિલિંગ કરી તેમને સમજાવવામાં આવ્યા હતા.

આ બાબતમાં દીકરી દ્વારા જણાવવામાં આવ્યું કે, અંધશ્રદ્ધા ના કારણે મારી સગાઈ જ્યાં કરવામાં આવી છે ત્યાં પૈસાની લેવડ-દેવડની બાબતમાં મારા માતા-પિતા દ્વારા મને સાંકળથી બાંધવામાં આવી હતી. જ્યારે માતા-પિતા દ્વારા આ મામલામાં જણાવ્યું છે કે, મારી દીકરીની સગાઈ કરી દેવામાં આવી છે અને તે બે-ત્રણ વખત ઘરેથી ભાગી ગઈ હતી. ત્યાર બાદ અમે તેને ગૌચર વિસ્તારમાંથી શોધી લાવ્યા હતા. જ્યારે તે ફરીથી નાસી ના જાય તે માટે અમે તેને સાંકળથી બાંધી રાખી હતી. એવામાં દીકરીને સાંકળથી બાંધવાના લીધે તેને ફોલ્લા પડી ગયા હતા જેના લીધે ડોક્ટરને સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. તેમ છતાં આ મામલામાં  અભયમની ટીમ દ્વારા બંનેની વાત સાંભળ્યા બાદ બંનેને સમજાવ્યા અને વાતને પતાવી હતી.