કપરાડાના માંડવા ગામમાં સ્કૂલ બસ ડ્રાઈવરને બાઈક પર ઉભું રહેવું પડ્યું ભારે, ટ્રકની અડફેટે આવતા કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વલસાડના કપરાડા તાલુકાથી સામે આવ્યો છે..
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામા રહેનાર અને ખાનગી સ્કૂલના બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર યુવાનને પાછળથી આવતી ટ્રક દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો. તેના લીધે તેને ભારે ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્ત સ્કૂલ બસના ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ઈજા વધુ હોવાના લીધે ટૂંકી સારવાર બાદ બસ ડ્રાઈવરનો જીવ ચાલ્યો ગો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના રાવ ફળિયામાં રહેનાર 29 વર્ષીય કીર્તિકુમાર સુરેશભાઈ ગામીત નાનાપોંઢામાં આવેલ સ્વામીનારાયણ સ્કૂલમા સ્કૂલબસના ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવી રહ્યા હતા. એવામાં તે આજે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. એવામાં કપરાડા તાલુકાના માંડવા ગામના વડદેવી ફળિયા પાસે આવતા ટ્રાફિક હોવાના લીધે તે પોતાના બાઈક પર બેઠેળા હતા. પરંતુ તેમને બાઈક પર બેસવું ભારે પડ્યું હતું. કેમકે ટ્રકના ચાલક દ્વારા બાઇક ઉપર બેસેલા કીર્તિકુમાર ગામીતને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. અકસ્માતમાં કીર્તિભાઈ ટ્રકની નીચે આવી જતા ટ્રક તેમના શરીર ઉપરથી ફરી વળતા તેમને ભારે ઈજા પહોંચી હતી.
જ્યારે અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેમના દ્વારા 108 ની મદદથી ઈજાગ્રસ્ત કીર્તિભાઈને સારવાર માટે પ્રથમ નાનાપોંઢાની સરકારી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ નાનાપોંઢાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત વધુ બગડતા વધુ સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહને શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા એમાબુલાન્સમાં પીએમ અર્થે વલસાડની સરકારી હોસ્પિટલ લવાયો હતો. ઘટનાની જાણકારી મળતા કપરાડા પોલીસ ની ઘટના સ્થળ પર પહોંચી લાશ પર કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.