AhmedabadGujaratMadhya Gujarat

વિકેન્ડ પર જાઓ સાયન્સ સીટી કેમ કે ટીકીટોના દર થયા સસ્તા

સાયન્સ સિટીના આકર્ષણ દુનિયાભરની સફર કરાવે છે. પરંતુ તેના ભાવ ઉંચા હોવાના કારણે સામાન્ય માણસ ત્યાં જઇ શકતો નહોતો. પરંતુ આજે સામાન્ય માણસને ધ્યાનમાં લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટના ભાવમાં ખૂબ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટનો ભાવ 499 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અગાઉ આકર્ષણોની ટિકિટનો ભાવ 900 રૂપિયા હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ સાયન્સ સિટીના વિવિધ આકર્ષણોના ટીકીટના ભાવ ઓછા કરવામાં આવ્યા છે. અગાઉ જે ટિકિટના 900 રૂપિયા હતા તેને ઓછા કરીને 499 રૂપિયા કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પ્રવેશ,રોબોટિક્સ ગેલેરી, એકવેટિક ગેલેરી, 5ડી થિયેટર,થ્રિલ રાઈડ,1 વિઆર રાઈડ, 4ડી થિયેટર,મિશન ટુ માર્સ રાઈડ, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ તેમજ કોલ માઇન રાઈડનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ એક્વેટિક ગેલેરી દેશ સાયન્સ સિટીના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ એક્વેટિક ગેલેરીમાં 16 જુલાઈથી અંડરવોટર વોક-વે ટનલની તમામ લોકો માટે ખુલ્લું મુકાયું હતું. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાભરના વિવિધ વિશિષ્ટ પ્રકારની માછલીઓ,મહાસાગરો તેમજ વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાયન્સ સિટીમાં પ્રવેશ ફી 50 રૂપિયા, 20 રૂપિયા ચાર્જ સ્કુલ ગ્રુપ માટે, 250 રૂપિયા રોબોટિક ગેલેરી માટે, 250 રૂપિયા એક્વાટિક ગેલેરી, 5D થિયેટર માટે 150 રૂપિયા, 70 રૂપિયા ટીકીટ 4D થિયેટર માટે, 200 રૂપિયા રોબો પેન્ટર, 3D સ્કેનર તેમજ પ્રિન્ટર માટે 500 રૂપિયા, 40 રૂપિયા ટીકીટ મિશન માર્સ રાઈડ માટે, 50 રૂપિયા કાર પાર્કિંગ માટે, 20 રૂપિયા ટુ વ્હિલર પાર્કિંગ માટે, 100 રૂપિયા બસ તેમજ લકઝરી પાર્કિંગ માટે વસુલવામાં આવતા હતા. જો કે, ટીકીટ દર હવે માત્ર 499 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે