GujaratSouth GujaratSurat

સુરતમાં સીટીબસની ગંભીર બેદરકારી, સાયકલચાલકને અડફેટે લેતા કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સુરત શહેરથી સામે આવ્યો છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસ દ્વારા સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેના દ્વારા સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા તેનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ફૂલ ઝડપે આવી રહેલી સીટી બસ દ્વારા સાયકલ ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો. સાયકલ ચાલક બસના નીચે આવી ગયો હતો. તેના લીધે સાયકલ ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને બીજી તરફ બસ ચાલક રસ્તા પર બસ મૂકીને નાસી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ ખટોધરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહ પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરુ કરી હતી.

આ પણ વાંચો: બ્રેઈન સ્ટ્રોકના ચિહ્નો મહિનાઓ પહેલા જ દેખાવા લાગે છે, અવગણવાની ભૂલ ન કરો

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલના એકના એક પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સીએમના આજના તમામ કાર્યક્રમો રદ્દ

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ દીપ મંગલ સોસાયટીમાં રહેનાર 48 વર્ષે અલ્પેશભાઈ બહેરા પાંડેસરામાં આવેલ મિલમાં નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. એવામાં તે નોકરી પરથી પરત ફરી સિવિલ હોસ્પિટલ પાસેથી સાયકલ લઈને આવી રહ્યો હતો. આ દરમિયાન સીટી બસના દ્વારા અલ્પેશભાઈને અડફેટે લેતા કચડી નાખવામાં આવતા તેમનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા અલ્પેશભાઈના પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જયારે અલ્પેશભાઈના મોતથી પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.