AhmedabadCongressGujaratPolitics

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈકમાન્ડે કરી પસંદગી

ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દિલ્હી હાઈકમાન્ડ તરફથી શક્તિસિંહ ગોહિલને ગુજરાતની મોટી જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલની વાત કરીએ તો હાલમાં રાજ્ય સભાના સાંસદ છે અને 2026 સુધી તેઓ સાંસદ પણ બન્યા રહેશે.

ગુજરાતમાં કારમી હાર બાદ કોગ્રેસ મોટા ફેરફારોના મૂડમાં જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં 35 ટિકિટો વેંચાઈ એવા આક્ષેપો બાદ ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બાદ હવે ગુજરાતના નવા પ્રભારીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. જાણકારી મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ વરિષ્ઠ નેતાઓને દિલ્હીનો બોલાવવો આવ્યો હતો. જ્યારે હવે કોંગ્રેસ દ્વારા શકિતસિંહ ગોહિલનું નામે જાહેર કરવામાં આવ્યું છે.

શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ ભારતની રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતારહેલા  છે. શક્તિસિંહ દ્વારા ૧૯૯૧ થી ૧૯૯૫ દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપવામાં આવી હતી. તેમના દ્વારા ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષોનું નેતૃત્વ ૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં વિપક્ષી નેતા તરીકે કરવામાં આવ્યું હતું. તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર રહેલા છે. શક્તિસિંહ દ્વારા ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની પદવી મેળવવામાં આવી હતી.

જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ગુજરાતના નવા પ્રભારી અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષની નિમણૂકતાને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા દ્વારા 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની અત્યાર સુધીની સૌથી ખરાબ હાર બાદ રાજીનામું આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી માત્ર 17 બેઠકો જીતવામાં આવી હતી. હાર બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પણ રાજીનામું આપવાની ઓફર કરવામાં આવી હતી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા તે સમયે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જ્યારે હવે શક્તિસિંહ ગોહિલ નવા અધ્યક્ષ બનતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ જાય તેવી પૂરી શક્યતા રહેલી છે.