AMC એ કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારનો ટેસ્ટ ન કર્યો, દીકરીએ ફેસબુક પોસ્ટ કરી અને શંકરસિંહ વાઘેલાએ તાત્કાલિક મદદ કરતા AMC ટિમ પહોંચી ઘરે
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ તેમજ ટેસ્ટ મામલે સવાલો ઉભા થયા છે.કોંગ્રેસ દ્વારા પણ આરોપો લગાવાય રહયા છે કે ગુજરાતમાં પૂરતા ટેસ્ટ કરવામાં આવતા નથી ત્યારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા શિક્ષક રમેશ સિંહ નું કોરોનાના કારણે 4 દિવસ પહેલા મોત થયું હતું. પરિવારજનો દ્વારા પોતાનો પણ ટેસ્ટ કરાવવા માંગ કરાઈ હતી પણ AMC દ્વારા તેમનો ટેસ્ટ કરાયો નહીં. પરિવારના દરેક સભ્યને કોરોનાના કોઈને કોઈ લક્ષણ હતા છતાં તેમનો ટેસ્ટ કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી હતી.
રમેશ સિંહની દીકરી રિચા સિંહએ કહ્યું કે 20 મેના રોજ તેમના પિતાને કોરોનાના લક્ષણ દેખાયા હતા. 21 મેના રોજ શારદાબેન હોસ્પિટલમાં સવારે તેમને દાખલ કર્યા હતા અને સાંજે 4 વાગ્યે તેમનો કોરોનાનો રિપોર્ટ કર્યો હતો.જો કે પરિવારના સભ્યોને પણ કોરોના ના લક્ષણો હતા છતાં અમારા ટેસ્ટ કરવામાં આવ્યા નહીં. બાદમાં આજે રિચા સિંહે ફેસબુક પોસ્ટમાં તંત્રની પોલ ખોલી હતી. રિચા સિંહની આ ફેસબુક પોસ્ટ ટવીટરના માધ્યમથી NCP નેતા શંકરસિંહ વાઘેલાના ધ્યાનમાં આવી.
શંકરસિંહ વાઘેલાએ રિચા સિંહ સાથે વાત કરી અને તંત્ર ને પણ જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ AMC ની મેડિકલ ટિમ રિચા સિંહ ના ઘરે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા.DDO અરુણ મહેશ બાબુ દ્વારા ટ્વીટ કરીને ફોટો સાથે માહિતી આપી જેમાં મેડિકલ ટિમ રિચા સિંહ ના ઘરે જોવા મળ છે.
શંકરસિંહ વાઘેલાએ અમદાવાદ સવિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી જ્યાં કોરોના વોરિયર્સ તેમજ દર્દીઓના પરિવારજનો ને ખાતરી આપી હતી કે, આવી કપરી પરિસ્થિતિમાં હું મુખ્યમંત્રી તેમજ ગાયબ થયેલા ધારાસભ્યોના દ્વારા ખખડાવીશ.