GujaratAhmedabad

RTI માં થયો ચોંકાવનારો ખુલાસો, કેન્દ્ર સરકાર ના માથે આટલા કરોડનું દેવું…..

કેન્દ્રની સરકાર દ્વારા  દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દેવામાં આવી છે. દેશ દુનિયાની મોટાભાગના દેશો, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અબજો રૂપિયાની લોન લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં કેન્દ્ર સરકારનુ કુલ દેવુ 159 લાખ કરોડને પાર થઇ ગયું છે. સુરતના જાગૃત નાગરીક સંજય ઈઝાવા દ્વારા  આરટીઆઈમાં માગેલી માહિતીમાં સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ જાણકારી આપવામાં આવી છે.

તમને જણાવી ડી કે, ૨૦૧૩-૨૦૧૪ માં UPA સરકાર દ્વારા વિદેશી દેશો પાસેથી લેવામાં આવેલ કર્જની રકમ રૂ. ૫૮.૬૦ લાખ કરોડ રૂપિયા રહેલી હતી. જે હવે વધીને NDA સરકારના કાર્યકાળમાં ૧૫૯.૫૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઈકોનોમિક એફેર્સ ડીપાર્ટમેન્ટ એટલે કે આર્થિક બાબતોના વિભાગ- નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આંકડાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ૨૦૧૪ માં ૧૩૦ કરોડની વસ્તી મુજબ માથાદીઠ દેવુ ૪૫,૦૭૭ થયેલું હતુ. જ્યારે ૧૪૨ કરોડની વસ્તી મુજબ હાલમાં ૧,૧૨,૩૨૪ રહેલ છે. એટલે ભારતમાં જન્મી રહેલ દરેક બાળક માથે રૂ. ૧.૧૨ લાખના દેવા સાથે જન્મી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, GDP માં ભારત દુનિયામાં પાંચમા સ્થાન પર રહેલ  છે. GDP માં ભારતની આગળ હોય એવા અમેરિકા, જાપાન, જર્મની જેવા દેશોમાંથી ભારત દ્વારા લોન લેવામાં છે અને ભારત કરતા ઓછો GDP ધરાવનાર અને ૩૩ માં સ્થાને હોય એવા ઓસ્ટ્રીયા પાસેથી પણ ભારત દ્વારા લોન લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા  લગભગ બધા દેશ પાસેથી લોન લેવામાં આવી છે.