સિદ્ધપુર : તાંત્રિક વિધિના નામે યુવતી પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો..
તાંત્રિક વિધિ કરનારા ભુવા દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં સિદ્ધપુર તાલુકાના વાધણા ગામમાં રહેનાર ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ નામના કથિત તાંત્રિક સામે સિદ્ધપુર તાલુકા ની એક યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મામલામાં યુવતી દ્વારા ભૂવા સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેના પરિવારની સ્થિતિ નબળી હોવાના લીધે તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિક દ્વારા મંત્ર ધાગા ના બહાને યુવતી તેના ઘરે તેમજ વિરમગામ અને થરા ખાતે લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કાકોશી પોલીસ દ્વારા યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ) ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સિદ્ધપુર તાલુકામાં રહેનાર એક યુવતી અને તેના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાના લીધે વાધણા ગામના રહેવાસી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ) સાથે સંપર્કમાં આવી હતી. તાંત્રિક અવારનવાર યુવતીના ઘરે આવતો રહેતો અને તંત્ર ધાગાના બહાને યુવતીને ભોળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કરી દીધું હતું. થોડા દિવસ અગાઉ તાંત્રિક યુવતીની માતાને બહાનું બતાવીને યુવતીને પોતાની સાથે મહેસાણા અને ત્યારબાદ વિરમગામ ખાતે લઈ ગયો હતો. ત્યાં પણ તાંત્રિક દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સિવાય યુવતીને થરા મુકામે લઈ જઈ બાદ પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
તેમ છતાં અંતે યુવતી બચીને પોતાના પરિવારજનો પાસે આવી પહોંચીને પોતાની આપવીતી જણાવી હતી. ત્યાર બાદ આ મામલામાં કાકોશી પોલીસ સ્ટેશન તાંત્રિક ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ સામે વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.