GujaratAhmedabad

ડમીકાંડમાં SITની તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો થયો ખુલાસો, એવું નામ સામે આવ્યું જેને જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

ડમીકાંડને લઈને સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જ્યારે આજે SITની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. PSI સંજય પંડ્યા દ્વારા ડમી ઉમેદવાર તરીકે અક્ષય બારૈયા માટે પરીક્ષા આપી હોવાની જાણકારી સામે આવી છે. SIT દ્વારા આ મામલામાં અક્ષર બારૈયાની ધરપકડ કરવામાં આવી છે. PSI તરીકે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની પણ ધરપકડ કરાઈ છે.

PSI સંજય પંડ્યાની વાત કરીએ તો તે એકેડેમીમાં PSI ની તાલીમ લઇ રહ્યો હતો. તેની હાલમાં SIT ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીઓ પકડવામાં આવ્યા છે. PSI તરીકે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેતો સંજય પંડ્યા ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે 25 હજાર રૂપિયા લેતો હતો. SIT ની ટીમ દ્વારા તળાજામાંથી લેપટોપ અને પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું છે. તેની તપાસ કરતાં ખુલાસો થયો છે કે, PSI સંજય પંડ્યા ઉમેદવારોના કોલ લેટરમાં છેડછાટ કરીને ડમી ઉમેદવાર તરીકે ભરતી પરીક્ષામાં બેસી જતો હતો.

તેની સાથે ભાવનગર પોલીસ દ્વારા આજે જે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમાં એકનું નામ સંજય પંડ્યા રહેલ છે. તે હાલમાં કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યો છે. જ્યારે અન્ય આરોપીનું નામ અક્ષર બારૈયા રહેલ છે. જે ભાવનગરની ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. વર્ષ 2021 માં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અક્ષર બારૈયા તરીકે સંજય પંડ્યા દ્વારા ડમી તરીકે પરીક્ષા આપવામાં આવી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયા પાસ થતા તેને સરકારી નોકરી પણ પ્રાપ્ત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.