AhmedabadGujarat

અમદાવાદની એલજી હોસ્પિટલના છ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા, બક્ષિસના ન મળતા પ્રસુતાને બેડ પર નિર્વસ્ત્ર છોડી દીધી હતી

અમદાવાદ ની એલજી હોસ્પિટલ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  અમદાવાદ ની એલજી હોસ્પિટલના છ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાના પરિવારજનો દ્વારા બક્ષિસ આપવામાં ન આવતા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મહિલા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવતા અમદાવાદ કોર્પોરેશન ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઘટનાની વાત કરવામાં આવે તો ગત 30 એપ્રિલ તારીખના ગોમતીપુરમાં રહેનાર એક સગર્ભા ની પીડા ઉપડતા તેમને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરો દ્વારા મહિલા ને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવી હતી. તે સમયે ઓપરેશન રૂમની બહાર બેઠેલા પરિવારજનો પાસે ત્યાંના કમર્ચારીઓ દ્વારા બક્ષિસની માંગણી કરવામાં આવી હતી. તે દરમિયાન મહિલાના સાસુ પાસે 100 રૂપિયા જ રહેલા હતા તે કારણોસર તેમના દ્વારા કર્મચારીઓને 100 રૂપિયા જ આપવામાં આવ્યા હતા. પરંતુ કર્મચારીઓ દ્વારા 2000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાને ડિલિવરી બાદ વોર્ડમાં લઈ જવામાં આવી હતી. તે સમયે પણ કર્મચારીઓ દ્વારા બક્ષિસની માંગણી કરવામાં આવી હતી. આ કારણોસર મહિલા ના સાસુ દ્વારા અત્યારે મારી જોડે પૈસા નથી પરંતુ ઘરેથી લઈને સવારના તમને હું પૈસા આપીશ.

પરંતુ બે રૂપિયાની બક્ષિસ ન મળતા કર્મચારીઓ દ્વારા મહિલાને હોસ્પિટલના કપડા ઉતારી નાખવાનું કહેવામાં આવ્યું હતું. મહિલા સાથે તેમના વૃદ્ધ સાસુ એકલા હોવાના લીધે કર્મચારીઓ દ્વારા કપડા કાઢી બીજા પહેરાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ કર્મચારીઓ કપડા કાઢીને મહિલાને નિર્વસ્ત્ર બેડ પર છોડી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ મહિલાના પરિવાર દ્વારા સમગ્ર બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે કર્મચારીઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. એવામાં આ મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.