GujaratAhmedabad

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બસ-ટ્રક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, છ લોકોના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત આણંદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, આણંદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને લકઝરીનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં છ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. હાલમાં ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, ટાયર ફાટતા ઉભેલી લકઝરી બસ ને પાછળથી ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે લક્ઝરી બસની આગળ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર લક્ઝરી બસ ફરી વળતા છ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં આઠ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેની અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળ પર છ લોકોના જીવ ચાલ્યા ગયા હતા.

ઘટના બાદ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સિવાય ઘટનાની જાણ થતા આણંદ ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેની સાથે બનાવની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતને કેમ સર્જાયો અને મૃતકો કોણ છે તેને લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.