AhmedabadGujarat

‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને સ્કાયમેટે કરી મોટી આગાહી

હાલમાં બિપોરજોય વાવાઝોડું ચર્ચાનો વિષય બનેલ છે. તેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે હવે તેને સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્કાયમેટ મુજબ હાલમાં મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો રહેલો નથી. તેની સાથે જણાવ્યું કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગળ જતા આવતીકાલથી બે દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ, હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો રહેલો નથી. તેની સાથે તેમને આગાહી કરી છે કે,  વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધી રહ્યું છે છે જ્યારે આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાવવા શક્યતા રહેલી છે. તેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકના પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. સ્કાયમેટ મુજબ 10 અને 11 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાની શક્યતાની વચ્ચે આ વાવાઝોડું હાલમાં વેરાવળથી 900 કિલોમીટર દૂરે રહેલ છે. આવી રીતે સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. તેની સાથે તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તેની સાથે બિપોરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર રહેલું છે. જયારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર રહેલું છે. આવી રીતે હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા રહેલી છે. તેને લઈને હવે આ વાવાઝોડાના લીધે વરસાદ થવાની શક્યતા રહેલી છે.