AhmedabadGujarat

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સ્કાઈમેટે કરે મોટી આગાહી, આ વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ બાબતમાં સ્કાઈમેટ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.  સ્કાઈમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજથી ગુજરાતના દરિયાકિનારે પવનનો જોર વધશે અને 80 થી 90 કિમી પુર ઝડપે પવન ફૂંકાઈ શકશે. તેની સાથે 12 થી 15 જુન સુધી પવનની ગતિ 110 સુધી પણ પહોંચી શકશે. ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ ની ઝડપ હજુ પણ વધે તેવી શક્યતા રહેલી છે.

સ્કાઈમેટ દ્વારા આ સિવાય વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડામાં પવન પશ્ચિમ તરફ જતો હોવાના લીધે વાવાઝોડાની દિશા કરાંચી તરફ રેલ છે અને તે કરાંચી તરફ ધીરે ધીરે આગાળ પણ વધી રહ્યું છે તેના લીધે હવામાનમાં ફેરફાર જોવા મળશે. તેના લીધે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાનમાં ફેરફાર આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે.

તેની સાથે આજથી નલિયા, દ્વારકા, ઓખા અને વેરાવળ સહિતના વિસ્તારોમાં હવાની ગતિ વધશે. આ ગતિ ૮૦ થી લઈને 120 કિલોમીટર સુધીની ઝડપ પકડી શકે છે. જ્યારે 12 થી 15 તારીખ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે. વાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ પણ વરસી શકે છે.